કોરોના દર્દીની મજબુરીનો લાભ ઉઠાવી ઇન્જેકશના કાળાબજાર

રેમડેસિવિર ઇન્જેકશનની કુત્રિમ અછત ઉભી કરી ૪૦ દિવસમાં ૨૩૩૨ ઇન્જેકશનનું કાળાબજાર કરી વેચી નાખ્યા

થ્રીયોસ ફાર્માસ્યુટીકલ્સના સંચાલક અને ઝાયડસ કેડિલાના એમઆરે વેદાંત અને શુભમ હોસ્પિટલના નામના બોગસ બીલ બનાવી કર્યા કાળાબજાર

કોરોના મહામારીને પહોચી વળવા માટે સરકાર દ્વારા ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાના દર્દી માટે જરૂરી ગણાતા રેમડેસિવિર ઇન્જેકસનની કુત્રિમ અછત ઉભી કરી કાળા બજાર કરતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા બંને શખ્સોએ છુટક ઇન્જેકશન વેચી શકે તેમ ન હોવાથી બંનેએ વેદાંત હોસ્પિટલ અને શુભમ હોસ્પિટલના નામે બોગસ બીલ બનાવી ઇન્જેકશનના કાળા બજાર કરતા ધરપકડ કરી છે. બંને શખ્સોએ માત્ર ૪૦ દિવસમાં જ ૨૩૩૨ ઇન્જેકશનનું વેચાણ કર્યાની કબુલાત આપી છે. પોલીસે બંને શખ્સો સામે બોગસ બીલીંગ અંગે અને કાળા બજાર અંગે ગુનો નોંધી કંઇ રીતે વેચાણ કરતા તેમજ તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ બંને શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કોરોના મહામારીની કપરી પરિસ્થિતીમાં માનવતા નેવે મુકી કોરોનાના દર્દી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર થતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, એસ.ઓ.જી.પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એએસએસ રાજદીપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ચેતનસિંહ ચુડાસમા અને અમીનભાઇ ભલુર સહિતના સ્ટાફે રેમડેસિવિર ઇન્જેકશન કાળા બજાર કરતા નાના મવા રોડ પર આવેલી નિધી કર્મચારી સોસાયટીમાં રહેતા અને થ્રીયોસ ફાર્માસ્યુટિકલ્સના સંચાલક સચિન હરેશ પટેલ અને મવડી વિસ્તારમાં આવેલા સંસ્કાર એવન્યુમાં રહેતા અને ઝાયડસ કેડિલા કંપનીના એમઆર રજનીકાંત પરસોતમ ફળદુને ઝડપી લીધા છે. બંને શખ્સો ઇન્જેકશન છુટકમાં વેચાણ કરી શકે તેમ ન હોવા છતાં રેમડેસિવિર ઇન્જેકશનનું છુટકમાં વેચાણ કરવા માટે વેદાંત હોસિપટલ અને શુભમ હોસ્પિટલના નામના બોગસ બીલ બનાવી નિયમત કિંમત કરતા વધુ કિંમત વસુલ કરી વેચાણ કર્યા અંગેની કબુલાત આપી હતી. વેદાંત હોસ્ટિલટલના નામે રૂા.૪.૫૪ લાખની કિંમતના ૧૧૦ ઇન્જેકશનનું વેચાણ કર્યાના બીલ બનાવ્યા છે. જ્યારે શુભમ હોસ્પિટલમાંથી રૂા.૨.૪૦ લાખની કિંમતના ૯૬ ઇન્જેકશનનું વેચાણ કર્યાની કબુલાત આપી છે. સચિન પટેલ અને રજનીકાંત ફળદુએ ગત તા.૧૫ ઓગસ્ટથી ત્યાર સુધીમાં જુદી જુદી હોસ્પિટલમાં ૨૩૩૨ ઇન્જેકશનનું વેચાણ કર્યાની કબુલાત આપી છે. હોસ્પિટલના સંચાલકો બંને શખ્સો પાસેથી કાળા બજારમાં કંઇ રીતે ઇન્જેકશન મગાવતા તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે સચિન પટેલ અને રજનીકાંત ફળદુ સામે કાળા બજાર ઉપરાંત બોગસ બીલને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ મુદે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બોગસ બીલી અંગે જીએસટી વિભાગને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને રૂા.૧૫ હજારનું ઇનામ આપી પીઠ થાબડી છે.

રેમડેસિવિર ઇન્જેકશન કૌભાંડનું પગેરૂ સિવિલ હોસ્પિટલમાં નીકળશે?

ખાનગી હોસ્પિલની નર્સે પોતાના મંગેતરની મદદથી ઇન્જેકશનનું વેચાણ કર્યાનો ઘટ્ટસ્ફોટ

કોરોના સંક્રમિત દર્દી માટે અતિ આવશ્યક એવા રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજારના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાસ કરી નવયુગલ સહિત પાંચની અટકાયત કરી કરેલી પૂછપરછમાં ઇન્જેકશનનું પગેરૂ સિવિલ હોસ્પિટલ સુધી પહોચ્યું હોવાનું બહાર આવ્યું છે. શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી દેવ્યાની જીતેન્દ્ર ચાવડા ઇન્જેકસનના કાળા બજાર કરતી હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી કરેલી પૂછપરછમાં તેણીએ લક્ષ્મીનગરમાં રહેતા પોતાના મંગેતર વિશાલ ભૂપત ગોહેલના મદદથી ઇન્જેકશનના કાળા બજાર કર્યાનું ખુલ્યું હતું. તેને જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા અંકિત મનોજ રાઠોડ, નવલનગરમાં રહેતા જગદીશ ઇન્દ્રવદન શેઠ અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવતા હિંમત કાળુ ચાવડાની સંડોવણી બહાર આવી છે. હિમત ચાવડાએ રેમડેસિવિર બે ઇન્જેકશનની ચોરી કરી વેચાણ કર્યાની પોલીસને શંકા છે.

Loading...