Abtak Media Google News

બ્રાઝીલનું નામ સાંભળતા જ આપણને ત્યાંના લોકોની પરિસ્થિતિનું ચિત્ર યાદ આવવા માંડે દુનિયાના સૌથી મોટા ‘માફીયા’ઓના દેશ તરીકે પ્રખ્યાત અને કાળા કારોબારોનો કાળો દેશ અટલે બ્રાઝીલ છે. જયાં સૌથી વધુ ગુન્હાખોરીના બનાવો બને છે. અનેકવાર બનતા બનાવો અને ગુન્હેગારોને જેલમાં પૂરી દેવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવા બનાવો પણ બને છે કે આપણને એમ વિચારવા મજબુર કરી દે કે શું જેલમાં પણ ગુન્હાખોરો આવો ગુન્હો કરી શકે?

બ્રાઝીલમાં વધતી જતી ગુન્હાખોરીના પગલે હજારોની સંખ્યામાં જેલમાં ગુન્હેગારોને પુરી દેવામાં આવે છે. જેના પગલે એક બીજા દુશ્મનો એટલે કે ગુન્હાખોરો અંદરો અંદરના દુશ્મનો હોય તેની વચ્ચે મારા મારીના બનાવો બનતા રહે છે.

સોમવારે વહેલી સવારે સાત વાગ્યે અલ્ટાીરા શહેરની જેલમાં આવો જ એક બનાવ બન્યો. જેમાં અંદાજે ૫૭ જેટલા ગુન્હાખોરો બે જુથ અથડામણમાં મોત નીપજયા છે. આ ગેંગ દ્વારા જેલમાં આગ લગાડવામાં આવી પણ હતી. ૫૭ માના ઘણા ખરાનું મરવાનું કારણ અગ્નિથી બળવાને લઇ નિપજયા છે. આ બનાવને ઘાતકી જણાવતા  રાજય જેલ અધિકારી જરબાર વાસ્કોસેલીસ જણાવે છે કે આ ઘટનાની જાણ અધિકારીઓ સુધી પહોચાડવામાં આવી ન હતી બે જુથોના આંતરીક વિવાદને લીધે આ બનાવનો અંજામ આવ્યો હતો.

આ ઘટનાના વિડીયો પણ ચેક કરવામાં આવી રહ્યા છે. અંતે પોલીસ દ્વારા સંશોધનનો વિષય છે ે આવળી મોટી ઘટના ધટી તો કઇ રીતે કારણ કે ! કેદીઓ દ્વારા આગ લગાડવાના સાધનોથી લઇ અન્ય વિષ્ાય વિડીયો કુટેજને ઘ્યાને લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આવો જ એક બનાવ મે મહીનામાં ઉતરીય અમેઝોન રાજયમાં બન્યો હતો જેમાં પપ ગુન્હેગારોના મોત થયા હતા. આજ રીતે ૨૦૧૭માં ૧૧૦ કેદીઓ કે જે ડ્રગ્સની આદતથી ત ભરપુર હતા તેઓ દ્વારા બે જુથો દ્વારા પણ આંતરીક અથડામણ થઇ હતી.

જયારે રાજય દ્વારા પેરા મીલીટી ફોર્સને આ અંગે આગળની તજવીજ અને આ અંગેના વિષે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

બ્રાઝીલ દેશમાં પણ ગણી સંખ્યા કેદીઓની વધી છે. ત્યારે બ્રાઝીલની જેલમાં ૭૫૦૦૦૦ કેદીઓની સંખયા નોંધાઇ છે. જે દુનિયાના ત્રીજુ સ્થાન પર આવે છે. ગુન્હેગારોને છાવરવા અને ગુન્હેગારો દ્વારા પોતાના બચાવ માટે એડવોકેટનો સહારો લેવામાં આવે છે. પરતુ આ બધી શકિતઓ અંતે તો જેલની દિવાલોમાં જ કેદ થઇ જાય છે.

કેદીઓ જેલમાં હોવા છતાં સ્માર્ટ ફોન દ્વારા સ્મગલીંગ, બેંક રોબરી, હથીયારોના વેપાર જેવી ગેરકાનુની કાર્યવાહીઓ સાથે સંકળાયેલા રહે ફેબ્રુઆરી મહીનામાં જસ્ટીસ મે રજીઓ મોરી દ્વારા એક સુરક્ષા બીલ પાસ કરવામાં આવ્યું જે જેલની સુરક્ષામાં વધારો કરશે. અને કેદીઓની સુરક્ષા માં વધારો કરશે.

અવાર નવાર બનતા બ્રાઝીલના ગુન્હાખોરોના બનાવોથી દેશમાં ચકચાર મચાવે છે ત્યારે તાજેતરમાં પાસ થયેલ બીલ દ્વારા આ ગુન્હેગારોને નાથવામાં બ્રાઝીલ સરકાર કેટલી સફળ રહે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.