Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલા યુવા સંમેલન સંબોધશે

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ તથા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને જંગી લીડથી જીતાડવાના આશ્રય સાથે આગામી શુક્રવારે તા.૧૯ના રોજ સાંજે ૫:૦૦ કલાકે જામનગર સ્થિત સપના ગાર્ડન લાલપુર બાયપાસ ચોકડી ખાતે જામનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલા, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી ધવલભાઈ દવે માર્ગદર્શન આપશે. આ વિજય ટંકાર યુવા સંમેલનને સફળ બનાવવા જામનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વસરા અને જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.