Abtak Media Google News

પશ્ચિમ બંગાળનો ગઢ સર કરવા બે જાહેરસભામાં ભાજપની આગામી સરકારનો એજન્ડા સ્પષ્ટ કરતા અમિત શાહ

લોકસભાની દેશભરમાં જામેલા ચુંટણી જંગના માહોલ વચ્ચે ભાજપ પ્રમુખ અમીત શાહ કેન્દ્રમાં સત્તા મળતા જ બાંગ્લાદેશી ઉધીને દેશમાંથી બહાર તગેડી મુકવાની અને કાશ્મીરને દેશથી અલગ કરતી કલમ ૩૭૦ની નાબુદીનું વધુ એકવાર પુન: ઉચ્ચાર કર્યો છે.

૨૦૧૯ની ચુંટણી જીતીને કેન્દ્રમાં પુન: સત્તા પર આવતાં જ ભાજપ જમ્મુ-કાશ્મીરને મારા દરજજો આપતી કલમ ૩૭૦ ની નાબુદી અને સમગ્ર દેશમાં નાગરીકોની નોંધણીની ઝુંબેશ શરુ કરવાની જાહેરાત કરી છે જો ભાજપ ફરીથી સત્તા પર આવશે તો દેશ માટે મહત્વના બે પગલાઓ અવશ્ય પણે લેશે તેવી જાહેરાત કરી છે. અમિત શાહે પશ્ર્ચિમ બંગાળના ચુંટણી પ્રચાર દરમિયાન દાર્જીલીંગની કલીમયોગ અને બેઠક અને રાયગંજની દિનાઝયુરની બેઠક માટે પ્રચાર કરતા જણાવ્યું હતું કે ટીએમસીના નેતા સર્જીકલ સ્ટ્રાઇડ પર સવાલ ઉઠાવીને લધુમતિ વોટ બેન્કને પંપાળવાનું કામ કરે છે અને સાથે સાથે તેના સહયોગી નેતા નેશનલ કોનફરનશના નેતા ઉમર અબ્દુલ્લાની જેમ અલગ વડાપ્રધાનની લાગણીની હિમાયત કરે છે. જો બીજીવાર ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ઉઠાવી લેશે દાર્જીલીગ લોકસભાની બેઠક પર લોકસભાના ઉમેદવાર રાજુ સિંધ બિસ્તની સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી થતી ધુસણખોરી ની ઉંધીની સમસ્યા અંગે રાયગજની સભામાં શાહે જણાવ્યું હતું કે ભાજપ બીજીવાર કેન્દ્રની સત્તા સભાવશે તો બાંગ્લાદેશી ઉધીને દેશમાંથી ખેદડી મુકશે. શાહે મમતાબેનર્જી પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે તે નેશનલ રજીસ્ટ્રશ ઓફ સીટીઝન એનઆરસી બીલનો રજુ કરે છે. આસામમાં તેનો અમલ મોકુફ રખાવ્યો છે. આ બીલ ગેરકાયદેસર રીતે વસતા લોકોને ખુલ્લા પાડે છે. ભાજપ સત્તામાં આવશે તો દરેક રાજયમાં એનઆરસી નો અમલ અવશ્ય કરવામાં આવશે.

આ અમારો સંકલ્પ છે કે એનઆરસી ધારો સમગ્ર દેશમાં લાગુ કરીને દેશમાં ધુસી ગયેલા અવેધ લોકોને ગોતીને બહાર તગડવા. મમતા બેનર્જીની જેમ અમે રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે અમે વોટ બેન્કની પરવા કરતાં નથી. અમે ખાતરી આપીએ છીએ કે પ્રત્યેક અને દરેક હિન્દુ અને બોઘ્ધ વિસ્થાપિતોને દેશમાં કાયદેસરની નાગરીકતા આપવામાં આવશે.

મમતા બેનર્જી એનઆરસીના મુદ્દે રાજકીય હાલ ભણવા લાગે છે એનઆરસી બીલ આસામમાં દાયકાઓ થી વસતા ૪૦ લાખ લોકોને નાગરીકતાના મુદ્દે વિવાદમાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તૃણમુલ અને મમતા બેનર્જીને પશ્ર્ચિમ બંગાળમાં લધુમતિ પંપાળવા અને નાગરીકતા આપવામાં જ રસ છે. શાહે આક્ષેપ કર્યો હતો કે ટીએમસી તૃષ્ટીકરણ માફીયા અને અટફંડ કૌભાંડીઓને છાવરે છે. ગેરકાયદેસર દેશમાં ધુસી ગયેલાઓને ઉંધી ગણાવી તે જ આપણો અનાજ પાણી ખાય જાય છે. અને રોજગારી છીનવી લે છે. ટીએમસીનો ટી, તૃષ્ટિકરણની માફીયા અને ચીટફંડ કૌભાંડ હોવાનું શાહે જણાવ્યું હતું. શાહે પુલવામામાં ૪૦ જવાનોની શાહિદીની જવાબમાં પાકિસ્તાન બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક સામે સવાલ ઉઠાવવાના પગલે જણાવ્યું હતું  કે, ઇન્ડિયન એરફોર્સ ના પરાક્રમ અંગે બે જગ્યાએ મામત થતો હતો. એક પાકિસ્તાન અને બીજા મમતા બેનર્જીના કાર્યાલયમાં અમને ખબર પડી છે કે મમતા બીનર્જી એર સ્ટ્રાઇક અંગે પાકિસ્તાનની જેમ માતમ મનાવી રહ્યા છે. શા માટે મમતાજી શોક મનાવે છે ? તેમનો આ શોક લધુમતિ વોટ બેન્ક માટે હોય તો તે શર્મની બાબત ગણાય. તેમ કહી શાહે પશ્ર્ચિમ બંગાળની નેતાગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા.

મમતા બેનર્જી અને બીજા પક્ષોને પાકિસ્તાનની વાટાધાટોમાં રસ હશે. પણ સરકાર તેની જવાબદારી જાણે છે અને ગોલી અને તોપના નાળચા સામે કેમ કામ કરવું તે સમજે છે. તમારે (મમતા) પાકિસ્તાન સાથે ઇલુ ઇલુ કરવું હોય તો કરી પરંતુ જો પાકિસ્તાન ગોળી મારશે તો અમે ગોલો મારશું.

શાહે કહ્યું હતું કે ૧૯૯૦ નુ સોગાદર ફિલ્મનું ગીત યાદ દેવડાવ્યું હતું. મહાગઠબંધન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મમતા એ રચેલા મહાગઠબંધનમાં કોંગ્રેસ  અને સીપીઆઇ એમ એ ટીએમસીનો શા માટે વિરોધ કર્યો મમતાએ ગઠબંધનના નામે ભાગવાનું કહ્યું ત્યારે કોંગ્રેસ અને સીપીઆઇએ તેનો વિરોધ કર્યો. જો ટીએમસી કેન્દ્ર સ્થાને આવ્યું તો આવું શા માટે બન્યું? મમતા પાસે એકમતથી કે ગઠબંધનની નેતાગીરી કોઇ યોજના નથી.

ભાજપ ૬૦ વર્ષની વયની ઉપરના ઓને ત્રણ હજાર ‚પિયા માસિક પેન્શન આપી ચાના બગીચામાં કામ કરતા મજુરો અને ગરીબોને મદદરુપ થવાનો મત પ્રગટ કર્યો હતો. ભાજપ સત્તા પર છે ત્યાં ગરીબોના ખાતામાં બીજા હપ્તા જમા કરાવ્યો. પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસ. સરકાર ચાના બગીચામાં કામ કરતાં મજુરોને કાંઇ આપતી નથી. લોકસભાની આ ચુંટણી ટીએમસી શાશિત બંગલાદેશમાં લોકશાહી ની પુન: રચાયના માટે મહત્વની છે.

૨૩મીએ ટીએમસીની ભ્રષ્ટ સરકારના પતનનું કાઉન ડાઉન શરુ થઇ ગયું છે. શાહે ભાજપને મત આપી બીજીવાર સેવાનો મોકો આપવા અપીલ કરી હતી. શાહે પ.બંગાળમાં તમામ ર૩ બેઠકો જીતશે. તેવો દાવો કર્યો હતો. પ.બંગાળમાં માં, માટી અને માનુષ મુશ્કેલીમાં છે માતાઓના અધિકારીાો છીનવાયા છે. આપણી ભૂમિ અને નાગરીકોની સંવેદનાની હત્યા થાય છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ગોળીબારમાં બે વિઘાર્થીઓની હત્યા. ઉર્દુ શિક્ષકની નિમણુંક સામે થયેલા દેખાવોમાં થઇ હતી. શાહે મમતા બેનર્જી પર ઉર્દુ થોપવા માગે છે. તેમણે કહ્યું હતું કે એકમાત્ર વડાપ્રધાન મોદી ટીએમસીની ચુંગાલ માથી બાંગ્લાદેશને બચાવી શકે છે. ભાજપ પ.બંગાળમાં વિકાસ ઇચ્છે છે. જયારે કોંગ્રેસ અને ડાબેરીઓ તેને અટકાવવા મેદાને ર૩ પર વિજયનો નિરધાર વ્યકત કર્યો છે. ૨૦૧૪ માં ભાજપને અહિં માત્ર ર બેઠકો મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.