Abtak Media Google News

દેરડી બેઠક પર ચંદુભાઈ શિંગાળાની સામે હારેલા જેન્તીભાઈ ઢોલની ચેરમેનપદની વરણીમાં મહત્વની ભૂમિકા

જેન્તીભાઈ ઢોલે બોઘરાની મદદથી ચંદુભાઈ શીંગાળાને છેલ્લી ઘડીએ કારોબારી ચેરમેનપદ પરથી હટાવીને અગાઉની હારનો બદલો લીધો

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનપદ માટે ચંદુભાઈ શીંગાળા ફાઈનલ જ હતા પરંતુ અંતિમ ઘડીએ કારોબારીના સભ્યો રેખાબેન પટોળીયાની તરફેણમાં ચાલ્યા જતા ચંદુભાઈ શીંગાળાની કારોબારી ચેરમેનપદ માટે હાથ ધોવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને જોઈને એવું લાગ્યું હતું કે, બળવાખોર જુથમાં બળવો થયો છે પરંતુ હકિકત કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. રેખાબેન પટોળીયાની કારોબારી ચેરમેન તરીકેની વરણી ભાજપના જ ઈશારે થઈ છે.

જિલ્લા પંચાયતના ૨૨ સભ્યોએ જુથ રચીને બળવાના માર્ગે પ્રયાણ કર્યું હતું. ભાજપે પદની લાલચ આપીને સભ્યોને પોતાના તરફ ખેંચીને જિલ્લા પંચાયતની સમિતિઓ કબજે કરી હતી. સમિતિઓની રચના વખતે જ કયાં સભ્યને કયુ ચેરમેનપદ આપવામાં આવશે ? તે નકકી કરી નાખવામાં આવ્યું હતું. જેમાં કારોબારી ચેરમેનપદ ચંદુભાઈ શીંગાળાને સોંપવાનું નકકી થયું હતું. ચંદુભાઈ શીંગાળા જે અગાઉ ભાજપમાં હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા. રાજકીય અનુભવના આધારે ચંદુભાઈ શીંગાળાએ દેરડી (કુંભાજી) બેઠક પર વિજય મેળવ્યો હતો ત્યારે તેમની સામે ભાજપના જેન્તીભાઈ ઢોલનો પરાજય થયો હતો. બાદમાં અઢી વર્ષની બીજી ટર્મમાં ચંદુભાઈ શીંગાળાને ભાજપના ઈશારે કારોબારી સમિતિના ચેરમેનનું પદ આપવાનું નકકી થયું હતું. અંતિમ ઘડી સુધી ચંદુભાઈ શીંગાળા ફાઈનલ જ હતા પરંતુ જેન્તીભાઈ ઢોલે ચંદુભાઈ શીંગાળાને કારોબારી ચેરમેનનું પદ ન સોંપવા માટે ભરતભાઈ બોઘરાને ભલામણ કરી હતી. બાદમાં ભરતભાઈ બોઘરાએ છેલ્લી ઘડીએ રેખાબેન પટોળીયાને કારોબારી ચેરમેન બનાવવાનું નકકી કરી નાખ્યું હતું. આમ અંતિમ ઘડીએ કારોબારી ચેરમેનપદ માટેના પ્રબળ ઉમેદવાર ચંદુભાઈ શીંગાળાને હટાવીને જયંતીભાઈ ઢોલે તેના પરાજયનો બદલો લઈ લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજકોટ

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનપદ માટે ચંદુભાઈ શીંગાળા ફાઈનલ જ હતા પરંતુ અંતિમ ઘડીએ કારોબારીના સભ્યો રેખાબેન પટોળીયાની તરફેણમાં ચાલ્યા જતા ચંદુભાઈ શીંગાળાની કારોબારી ચેરમેનપદ માટે હાથ ધોવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને જોઈને એવું લાગ્યું હતું કે, બળવાખોર જુથમાં બળવો થયો છે પરંતુ હકિકત કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. રેખાબેન પટોળીયાની કારોબારી ચેરમેન તરીકેની વરણી ભાજપના જ ઈશારે થઈ છે.

જિલ્લા પંચાયતના ૨૨ સભ્યોએ જુથ રચીને બળવાના માર્ગે પ્રયાણ કર્યું હતું. ભાજપે પદની લાલચ આપીને સભ્યોને પોતાના તરફ ખેંચીને જિલ્લા પંચાયતની સમિતિઓ કબજે કરી હતી. સમિતિઓની રચના વખતે જ કયાં સભ્યને કયુ ચેરમેનપદ આપવામાં આવશે ? તે નકકી કરી નાખવામાં આવ્યું હતું. જેમાં કારોબારી ચેરમેનપદ ચંદુભાઈ શીંગાળાને સોંપવાનું નકકી થયું હતું. ચંદુભાઈ શીંગાળા જે અગાઉ ભાજપમાં હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા.

રાજકીય અનુભવના આધારે ચંદુભાઈ શીંગાળાએ દેરડી (કુંભાજી) બેઠક પર વિજય મેળવ્યો હતો ત્યારે તેમની સામે ભાજપના જેન્તીભાઈ ઢોલનો પરાજય થયો હતો. બાદમાં અઢી વર્ષની બીજી ટર્મમાં ચંદુભાઈ શીંગાળાને ભાજપના ઈશારે કારોબારી સમિતિના ચેરમેનનું પદ આપવાનું નકકી થયું હતું. અંતિમ ઘડી સુધી ચંદુભાઈ શીંગાળા ફાઈનલ જ હતા પરંતુ જેન્તીભાઈ ઢોલે ચંદુભાઈ શીંગાળાને કારોબારી ચેરમેનનું પદ ન સોંપવા માટે ભરતભાઈ બોઘરાને ભલામણ કરી હતી. બાદમાં ભરતભાઈ બોઘરાએ છેલ્લી ઘડીએ રેખાબેન પટોળીયાને કારોબારી ચેરમેન બનાવવાનું નકકી કરી નાખ્યું હતું. આમ અંતિમ ઘડીએ કારોબારી ચેરમેનપદ માટેના પ્રબળ ઉમેદવાર ચંદુભાઈ શીંગાળાને હટાવીને જયંતીભાઈ ઢોલે તેના પરાજયનો બદલો લઈ લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.