Abtak Media Google News
  • મધુરમ કલબ આયોજીત ‘આપના મતની દીશા’ કાર્યક્રમમાં રહ્યા હાજર

  • ‘અબતક’ સાથે જાણીતા કટાર લેખક સૌરભ શાહની વિશેષ મૂલાકાત

વિધાનસભાની ચૂંટણી આડે હવે અંગળીના વેઢે ગણાય એટલા દિવસ બાકી રહ્યા છે અને વિવિધ રાજકીય પક્ષ દ્વારા પૂર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નવા મતદાતાઓને તેમના મતની કિંમત સમજાય તેવા ઉમદા હેતુથી મધુરમ કલબ દ્વારા ૨૦૧૭ આપના મતની દિશા વિષય ઉપર જાણીતા કટાર લેખક સૌરભ શાહનું વકતવ્ય યોજાયું હતુ.આ પ્રસંગે તેમણે ‘અબતક’ સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.

પ્રશ્ર્ન: સૌરભ શાહનો મુખ્ય હેતુ ૨૦૧૭ નહી પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી છે. શું કેશો?

ઉતર: હું બહુ સ્પષ્ટ પણે માનું છું કે, અને અંજલીબેનને જણાવ્યું છે કે જયારે વિજયભાઈ મળે તો તેમને કેજો કે, મોદી સાહેબ ૨૭મીથી જે ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ગુજરાતમાં તે કેન્સલ કરે કારણ કે રાહુલ ગાંધી તેમના માટે તમામ કામ કરીને ગયા છે. મારો અંતર આત્મા એ કહી રહ્યો છે કે આ વખતની ચૂંટણીમાં બેંકલેશ આવવાનો છે.ગુજરાતની ચૂંટણીમાં આ ત્રણ જોકરોએ જંપલાવ્યું ન હોત તો આ ગૂજરાતની ચૂંટણીનો ખેલ ૧૧૫ અથવા ૧૨૫ સુધી અટકી ગયો હોત, પણ આ બેંકલેશ જે આવશે, અને જે પાપ કરી ગુજરાતનાં વિકાસને વખોળ્યો છે, જે રીતે ગુજરાતની પ્રજાને ચીતરવાની કોશિષ કરી છે, માત્ર ટુંકા સ્વાર્થ ખાતર, જેથક્ષ ભાજપને ૧૫૦ નહી પરંતુ ૧૫૩ બેઠક આવશે, બની શકે ૨ કે ૩ બેઠક વધી શકે છે. ૨૦૧૯માં ભાજપ એટલો વિકાસ કરે જેની તુલના ન થઈ શકે, અને દિલ્હીથીક મોદીએ ગુજરાત આવવાની જરૂર જ ન પડે.

પ્રશ્ર્ન: જ્ઞાતિ અથવા જાતી આધારીત રાજકારણ ચૂંટણીને અસર કરશે?

ઉતર: હું એવું માનું છું કે, આ જે મુદ્દા છે કે જાતી આધારીત રાજકારણ વગેરે તે માત્ર ગુજરાતની નહી. પરંતુ સમગ્ર દેશમા આ કયાંકને કયાંક વર્તાઇ છે. માત્ર વિધાનસભાની નહીં પરંતુ બેંકની ચુંટણી હોઇ કે કોલેજની આ પરીબળ હોઇ જ છે.આ માત્ર ગુજરાત પુરતુ સીમીત નથી. પરંતુ અમેરીકા, બ્રિટન, ફાન્સ, ચીન અને જાપાનમાં જ્ઞાતીવાદી, રંગભેગ વાદી રાજકારણ રમાઇ છે.આપણામાં જે ખરાબી છે તે સુધારવી જોઇએ તે વાત પાકી છે.આપણે આપણી નહીં પરંતુ બીજી લોકોની ખરાબી પણ જોવી જોઇએ.

પ્રશ્ર્ન: સૌરભ શાહની દ્રષ્ટિએ વિકાસ ગાંડો છે કે નહીં?

ઉતર: સૌરવ શાહની દ્રષ્ટ્રિએ જે લોકોએ આ સૂત્ર વહેતુ મૂકયું, તે ગાંડા છે.

પ્રશ્ર્ન: ત્રણ યુવાનો જે રીતે રાજકારણમાં આવ્યા છે અને ચુંટણીમાં શું અસર જોવા મળશે?

ઉતર: ત્રણેય નવ યુવાનોની ઝીરો વેલ્યુ નહી પરંતુ નેગેટીવ વેલ્યું છે. અને ભાજપ માટે તે પોઝેટીવ વેલ્યું છે. પોઝેટીવ વેલ્યું એટલા માટે છે કારણ કે આ વખતની ચુંટણીમાં ખુબ જ મોટો બેકલેશ આવવાનો છે. જે કોઇએ ગાંડો વેલા કર્યા છે. બે બુનીયાદ સ્ટેટમેન્ટ આવ્યા છે., તે તદન ખોટી રીતે ઉશ્કેર્યા છે. અને ગુજરાતની પ્રજા સહે જ પણ ગાંડી નથી. અને ગુજરાતીઓ ડાયા પણ છે, અને સમજ પણ પડે છે. આખુ મીડીયા એમની પાછળ નથી. એક પાંચ-પંદર લોકો તેઓને ઉચકીને ફરે છે. ૨૦૧૭ પછી એટલે ૨૦૧૭ ડિસેમ્બરની ૧૮ પછી તેઓનું નામ પણ સાંભળવામાં નહી આવે.

પ્રશ્ર્ન: ચુંટણી પ્રચાર માટે જયારે ખુદ ગબ્બર અને શહેનશાહએ ગુજરાતમાં આવી પ્રચાર કરવો પડી રહ્યો છે. ત્યારે આપ શું કહેશો?

ઉતર: મીડીયા જે રીતે શહેનાશાહ અને ગબ્બર અને મહાનુભાવોને બોલાવે છે તેને હું ખુબ સારા શબ્દોમાં માન.પ્રધાનમંત્રી અને માન. પક્ષ અઘ્યક્ષ તરીકે સંબોધું છું, કારણ કે મને સંસ્કારી ભાષામાં રસ પડે છે. મીડીયામાં પણ હું છું, અને એવું માનું છું કે, ઇન્દિરા ગાંધી જયારે વિધાનસભાનાં પ્રચાર માટે નિકળતા હતાં. ત્યારે કેમ કોઇ ટીકા કરી તેમને આ સાહેબ નહોતા બોલાવતા. કે રાણીસાહેબ નીકળ્યા, મોદીમાં એક તાકાત છે, મોદીએ ૨૦૦૪ની આસપાસ કોર્પોરેશનની ચુંટણીમાં તેઓએ અમદાવાદથી માંડીને બીજા જે જે કોર્પોરેશનની ચુંટણી હતી તેમાં તેઓએ સીટીંગ કોર્પોરેટરોનાં પત્તા કાપ્યા હતા. અને તે વખતે બધા કહેતા હતા કે મોદી હવે ખલાસ, ગુજરાત હવે ખલાસ, મોદી પોતે  રોડ શો કરતા હતા. અને કયારે આ શોની નવરાત્રી ચાલતી હતી. અને તેઓ નકોરડા ઉપવાસ કરતા હતાં. માત્ર ઉકાળેલું પાણી જ પીતા હતા. સવારથી મોડી રાત સુધી સભા સંબોધતા હતા. એમનો શ્રમ અને પરિશ્રમને નવાજવો જોઇએ મોદી જાણે છે કે આ દેશનું કામ છે નહિ કે ગજાવા ભરવા માટેનું નથી. રાહુલ ગાંધીની સભામાં પણ લોકો મોદી મોદી કરે છે તે વાસ્વવિકતા છે.

પ્રશ્ર્ન: ભાજપને ૧૫૦ થી પણ વધુ સીટ મળશે જે આપે કીધું, તો કયા મુદ્દા ઉપર આપે જણાવ્યું ?

ઉતર: અમુક મીડીયા જે ગુજરાત વિરોધી વાતો કરે છે. કે ગુજરાતનો વિકાસ થયો જ નથી એવી વાતો કરે છે. કયાંક કામમાં કચાસ રહી ગઇ હશે. પણ એના મતલબ એ નથી કે જયાં વિકાસ થયો છે. તેને દેખાડવામાં ન આવે કોઇ એક વ્યકિત એવો દેખાડો જે કહે કે ગુજરાતના તમામ રસ્તા નકામાં છે. તો કયાંક ખોટું થયું હોઇ તો તેને સુધારી લેવું જોઇએ. ગંદકી, ખરાબી બધે જ હશે, પરંતુ તેને લોકો સુધી પહોચાડવાની જરુર શું છે? ગુજરાતનો જે વિકાસ થયો છે તે લોકો સુધી પહોચાડવાની જરુરત છે. તે શું કામ નથી પહોચાડવામાં આવતું.૨૦૧૭ અનામતની દિશા કાર્યક્રમની શરુઆતમાં સૌરભ શાહ ઉપરાંત કટાર લેખક આશુ પટેલ, આર્કેડીયા શેરના સુનિલભાઇ શાહ, દામીનીબેન કામદાર, રમાબેન હેરભા, રત્નાબેન સેજપાલ વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુંદર માર્ગદર્શન અંજલીબેન રૂપાણી, ડો. મેહુલભાઇ રૂપાણી, જાણીતા ધારાશાસ્ત્ર અનીલભાઇ દેસાઇ અને અમિનેષભાઇ રુપાણીનું મળેલ હતું.આ કાર્યક્રમનું સંચાલન પ્રો. મેહુલ દવેએ કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુરમ કલબના પ્રમુખ મીલન કોઠારી, આશિષ ગાંધી, ભરતભાઇ દોશી, ધીરેન ભરવાડા, મૃણાલ અવલાની, બ્રિજેશ મહેતા, અખિલ શાહ, રાજીવ કોટક, જય કામદાર, ‚ષભ શેઠ, મૈનીષ અજમેરા, સુભાષ ચૌહાણ, ભાર્ગવ ઠાકર, વિપુલ મહેતા તુષાર ધ્રુવ, રેનીસ પટેલ ભાવિન સંઘવી, હેમતસિંહ પઢીયાર, અતુલ સંઘવી વિશેષ કામદાર, જતીન સંઘાણી, નરેશ લોટીયા, અનીષ વાઢેર, નંદન કપુપરીયા, મેહુલ બોરીચા, આશિષ મહેતા, નંદન પોબારુ, મનોજ ઉનડકટ, ભરત કાગદી, ઉદય ગાંધી, અમિનેષ દફતરી કૃણાલ મહેતા, પિયુષ રૈયાણી વિગેરે સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.આવા કાર્યક્રમના પ્રેરક વિચાર બદલ સૌરભ શાહે મિલન કોઠારીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.