Abtak Media Google News

બેરોજગારીને દુર કરવા મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા ખુબ જ મહત્વપૂર્ણ: સમીર શાહ

૧૯૪૮થી કોઈપણ રાજકિય પક્ષ ઔધોગિક એકમો અને ગ્રામ્ય અર્થતંત્રને સુધારવા માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે લોકસભાની ચુંટણી જાહેર થતા તમામ રાજકિય પક્ષો પોતાના પક્ષમાં મત અંકે કરવા ઔધોગિક એકમો, ખેડુતોને કઈ રીતે પોતાની સાથે સમાવવા તે અંગેના પ્રયત્નો રાજકિય પક્ષો દ્વારા હાથ ધરાતા હોય છે. ઘણી ખરી વખત મેનીફેસ્ટોમાં જે મુદાઓ સમાવવામાં આવ્યા હોય છે તેનો પણ પુર્ણતહ અમલ કરવામાં આવતો નથી એટલે કહી શકાય કે મેનીફેસ્ટોમાં જે મુદાઓને પરીપૂર્ણ કરવામાં જે પક્ષ સફળતા પ્રાપ્ત કરે તે ચુંટણી જીતવા માટે પ્રબળ દાવેદાર બની જતો હોય છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશન એટલે કે સોમા દ્વારા ભાજપ-કોંગ્રેસને પોતાના મેનીફેસ્ટોમાં ખેડુતો, મગફળી, વેપારીઓના હિત, બેરોજગારીને દુર કરવા જેવા મુદાઓને સમાવવા સોમાના અધ્યક્ષ સમીરભાઈ શાહે ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર પાઠવ્યો હતો જેમાં તેઓએ અનેકવિધ મુદાઓને ધ્યાને લેતા જણાવ્યું હતું કે, ઓઈલ મીલ એસોસીએશન આડકતરી રીતે ગ્રામ્ય અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી છે ત્યારે ખેડુતોની ખરી સ્થિતિ વિશે અવગત છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ૭૦ વર્ષના સ્વતંત્રતા બાદ ભારત દેશ ૬૫ ટકા ખાદ્ય તેલનું આયાત કરે છે જે ખુબ જ શરમજનક વાત કહી શકાય. જેના કારણે ભારતનું વિદેશી હુંડિયામણનો પણ વપરાશ થતો જોવા મળે છે.

તેઓએ સુજાવ આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેકવિધ ધારાધોરણો ખાદ્યતેલના આયાત ઉપર લગાવવા જોઈએ ત્યારે ઘણી ગેરમાન્યતાઓ પણ ખાદ્યતેલને લઈ પ્રવર્તીત થઈ રહી છે પરંતુ સરકાર તેને નિવારવા કોઈ નકકર પગલા નથી લઈ રહ્યું ત્યારે સરકાર દ્વારા મગફળીનો ઉપયોગ વધારવો જોઈએ જેથી ખેડુતોને તેનો મહતમ ફાયદો મળી શકે અને જે માલ ન્યુટ્રીશીયનની સમસ્યા લોકોમાં ઉદભવીત થઈ રહી છે જેનો પણ ઉકેલ આવી શકશે ત્યારે સરકાર દ્વારા ખેડુતોના હિત માટે યોગ્ય પોલીસીનું નિર્માણ કરવું પણ આવશ્યક બની રહ્યું છે ત્યારે એમએસપીના દર ઉપર જે ખેડુતોને સરકાર સહાય કરી રહી છે તે પૂર્ણતહ ઉપાય નથી જેને લઈ સરકારે તેનો નકકર ઉપાય શોધવો પણ અનિવાર્ય બન્યો છે. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા જો તેના યુવાનોની બેરોજગારી પર નિર્ભર હોય તો કોઈપણ દેશની અર્થવ્યવસ્થામાં આંશિક પણ સુધારો થઈ શકે નહીં ત્યારે મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા જેવી યોજના બનાવવામાં આવી છે તે કાગળ ઉપર તો ખુબ જ સારી છે પણ તેનો અમલ થવો જોઈએ તે પણ નકકર વાસ્તવિકતા છે. એગ્રો ઈન્ડસ્ટ્રી યુવાનોને રોજી આપવા સક્ષમ છે ત્યારે આ ઈન્ડસ્ટ્રીને ડાયરેક અને ઈનડાયરેક રીતે સરકાર દ્વારા લાભો મળવા જોઈએ.

વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જે મેગા પ્રોજેકટને અનુસરવાની વાત કરતા હોય છે તે માત્ર વાતો નહીં પણ નિર્ધારિત સમયમાં પણ તેને પૂર્ણ કરવા જોઈએ પરંતુ ઘણીખરી વખત સરકાર પોતાના નિજિ સ્વાર્થને સાર્થક કરવા મેગા પ્રોજેકટને અમલી કરતા નથી જે એક ગુનો પણ કહી શકાય. અંતમાં તેઓએ પત્ર વ્યવહારમાં જણાવ્યું હતું કે, કલ્પસર યોજનાને સરકારે વહેલાસર શરૂ કરવી જોઈએ કે જે સૌરાષ્ટ્રના વિસ્તારને સુવર્ણ જમીન કરવા સક્ષમ છે. સૌરાષ્ટ્ર વિસ્તારને પડતી તમામ મુશ્કેલીનો ઉકેલ કલ્પસર યોજનામાં રહેલો છે પરંતુ સરકાર શું કામ અમલમાં કલ્પસર યોજનાને નથી મુકતી તે પણ એક પ્રશ્ર્નાર્થ છે ત્યારે કલ્પસર પ્રોજેકટને રાષ્ટ્રીય પ્રોજેકટ તરીકે ઘોષિત કરવો જોઈએ અને નિર્ધારિત સમયમાં તેને પૂર્ણ પણ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.