Abtak Media Google News

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકત ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા મતક્ષેત્રની મતગણતરીનાં મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ કરવાનો ચૂકાદો આપ્યો હતો. તેની સામે આજે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ સુપ્રિમ કોર્ટના સ્ટેના ચૂકાદાને અમે સહર્ષ આવકારીએ છીએ. આ સુપ્રિમ કોર્ટનો ચૂકાદો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને રાજય સરકાર માટે એક સારાં અને રાહતના સમાચાર છે.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ પરીક્ષાનાં પરીણામ પર પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સની જેમ કાર્ય કરેલ તમામ શિક્ષક મિત્રોને ભાજપ વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનીએ છીએ. પાસ થયેલાં તમામ વિદ્યાર્થીઓને હ્ર્દયપૂર્વકના અભિનંદન આપું છું. નાપાસ થયેલને હિંમત હારવાની જરુર નથી. આ જીવનની છેલ્લી પરીક્ષા ન હતી. હું વિદ્યાર્થીઓને જીવનની તમામ પરીક્ષામાં સફળતાની શુભેચ્છા પાઠવું છું.

પંડયાએ જણાવ્યું હતું કે, આમાં કોઈ ટીકા-ટીપ્પણની જરુર નથી. બસ, આપણે સહુએ શિક્ષકોનો આભાર, પાસ થયેલાં વિદ્યાર્થીઓને અભિનંદન અને નાપાસ થયેલાંઓને હિંમત, હુંફ, અને આગામી તમામ પરીક્ષાઓ માટે શુભેચ્છા આપવાની વધુ જરુર છે.

પત્રકાર પરના હુમલાને વખોડી કાઢ્યો

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ રાજકોટ-શાપર ખાતે પત્રકાર હાર્દિક જોશી પરનાં હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી નાંખ્યો છે. ભાઈ હાર્દિક સાથે ફોન કરીને તેમનાં ખબર-અંતર પૂછીને તેમની લાગણી જાણી હતી. જે તે આરોપીને તાત્કાલિક પકડીને કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીએસપી અને ડીજીએ મીડિયાને પણ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.