Abtak Media Google News

ભુતકાળમાં સ્વરાજયની લડાઇ હતી, હવે સુરાજયની લડાઇ છે :ધનસુખભાઇ ભંડેરી, ભાજપનો કાર્યકર્તા રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ તરફ આગળ વધી રહયો છે : ભરતસિંહ પરમાર તિરંગા અને પાર્ટીના ઝંડાથી વાતાવરણ કેસરીયુ બન્યું : દેશભકિતના ગીતો અને શહીદ વીર અમર રહો, ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું.

રાજકોટ

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનાના પ્રબળ માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ  ઘ્વારા શહીદ દિન નિમિતે શહેરમાં શહીદ વીર અમર રહો ના નારા સાથે શહીદ કૂચ યોજાઇ હતી. આ રાષ્ટ્રભકિતના ગૌરવયુકત પર્વ નિમિતે યુવાઓને સંબોધતા ુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ભુતકાળમાં સ્વરાજયની લડાઇ હતી, જયારે હવે સુરાજયની લડાઇ છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુ‚એ સફેદ ચામડીવાળા અંગ્રેજો સામે બાથ ભીડીમાં ભારતીને ગુલામીની બેડીઓમાંથી મુકિત અપાવવા પ્રાણ ન્યોછાવર કર્યા હતા. જયારે આજના સમયે દેશમા કાળી ચામડમાં રહેલા અંગ્રેજો સમાન કોંગીઓ અને ભારતમાં ભ્રષ્ટાચારની જન્મદાતા કોંગ્રેસને જડમુળથી નાબુદ કરી ભારતમાં સુરાજય સ્થાપવા પ્રત્યેક ભગતસિંહ, સુખદેવ, રાજગુ‚ની દેશભકિતપુર્ણ ભુમિકા ભજવવાની દેશની માંગ છે.

આ પ્રસંગે ગુજરાતન પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે ભાજપના તમામ કાર્યકર્તા રાજનીતિ નહીં પરંતુ સબળી રાષ્ટ્રનીતિ તરફ આગળ ધપી રહયા છે. જેનાથી આગામી દિવસોમાં રામરાજયની સ્થાપના થશે તેવી પુરી આશા છે.

આ શહીદ વીર કૂચનો પ્રારંભ યાજ્ઞીક રોડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતીમાને પુષ્પાંજલી કરી કરાયો હતો, ત્યારબાદ યાજ્ઞીક રોડ થઇ રેસકોર્ષ રીંગ રોડ ખાતે આવેલ બહુમાળી ભવન ખાતેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી કૂચનું સમાપન કરાયું. આ કૂચમાં પ૦૦૦ થી વધુ યુવા ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહપુર્વક જોડાયા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પુર્વ શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઇ  ભંડેરી, પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભીખાભાઇ વસોાય, મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, મહામંત્રી ભાનુભાઇ મેતા, જયોતિન્દ્રસિંહ, જગદીશ રાઠોડ, ગૌતમ ગોસ્વામી,  સંજય ત્રાપસીયા, જુબીન આશરા, પ્રમુખ પ્રદિપ ડવ, પુથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા શહેર ભાજપ ઉ૫પ્રમુખ મોહનભાઇ વાડોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલ કાથરોટીયા, મનીષા ભટ્ટ, કેતન પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, દિવ્યરાજસિંહ ગોહીલ, રઘુભાઇ ધોળકીયા, શહેર ભાજપકોષાઘ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશ જોષી, પ્રશાંત કોરાટ, નરેન્દ્રસિંહ જાડેજા, રોહીત ચાવડા, હરદેવસિંહ જાડેજા, ચીતન ગોસ્વામી, પ્રદિપસિંહ રાણા, જયેન્દ્ર શાહ ઉપસ્થિત રહયા હતા.આ તકે રાજકોટ શહેર યુવા ભાજપના હિતેષા મા‚, અમિત બોરીચા, સર્વેશ્ર્વર ચૌહાણ, સતિષ ગમારા, કુલદિપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, કિશન ટીલવા, વ્યોમ વ્યાસ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ શહીદ કૂચની વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.