Abtak Media Google News

રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા વિજય રાહટકર વિશેષ ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ-૨૦૧૯ કાયદાને સંસદમાં અને રાજ્યસભામાં કાયદાને બહુમતી પસાર કરવામાં આવતા કોંગ્રેસે સમાજમાં ભ્રમ ફેલાવીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને અલ્પસંખ્યકોને ભડકાવીને દેશભરમાં ઉત્પાત મચાવીને ગેરમાર્ગે દોરી રહ્યો છે ત્યારે નાગરિકતા કાયદાના સમર્થનમાં પ્રદેશ ભાજપાની સુચના અનુસાર રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જસદણ ખાતે કાલે શનિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેચ્યુ, ચિતલીયા કુવા રોડ, જસદણ ખાતે ભારતમાતાના ઝંડા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ-મિડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળે જણાવ્યું છે.

7537D2F3 2

નાગરિકતા સંશોધન કાયદાની સમર્થનની વિશાળ રેલીમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યશ્રીઓ જયરાજસિંહ જાડેજા તથા લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર, જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો, જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, સંગઠન પર્વના ઝોન, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો, જે સ્થાને કાર્યક્રમ છે તેના બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી) સહીતના જીલ્લાના તમામ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે.

કોગ્રેસના સીએએ બાબતે ખોટા જુઠાણાનો પર્દાફાશ કરવા અને સીએએ નાસમર્થનમાં જીલ્લા ભાજપ દ્વારા જસદણમાં વિશાળ જનસમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા, તાલુકા તેમજ મોરચા, તમામ સેલ, પેઈજ પ્રમુખો સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ભારતમાતાના ઝંડા સાથે વિશાળ રેલીના આયોજનમાં ઉમટી પડવા જીલ્લા ભાજપાના આગેવાનો ડી. કે. સખીયા, ભાનુભાઈ મેતા,  જેન્તીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રેહવા હાકલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.