Abtak Media Google News

૨ જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ જેટલી ગ્રામ પંચાયતની ટર્મ માર્ચમાં પૂર્ણ થશે

ગાંધીનગર ખાતે ભાજપના આગેવાનોને ચૂંટણીની તૈયારીઓ માટે બેઠકોનો દોર શરૂ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્ર્નો રહેશે કેન્દ્ર સ્થાને

ગુજરાત વિધાનસભા ચૂંટણી સતત છઠ્ઠી વખત જીતીને ભારતીય જનતા પક્ષે હવે આગામી મહિને યોજાનાર સ્થાનિક અને પંચાયત બોડીની ચૂંટણીઓ માટે તૈયારીઓ શ‚ કરી છે. ગાંધીનગર હેડ કવાર્ટરે ચૂંટણીઓને લઈને મીટીંગનો દૌર શરૂ  થઈ ગયો છે.

માર્ચ મહિનામાં રાજયભરની ૭૫ નગરપાલિકાઓ, ૨ જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતની પાંચ વર્ષની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. અલબત હજુ સુધી ચૂંટણીઓની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

વિગતો અનુસાર ગઈકાલે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જોઈન્ટ સેક્રેટરી વી.સતીષ સહિતના આગેવાનોની બેઠક મળી હતી. તેમાં ચૂંટણીને અનુલક્ષીને વિવિધ તૈયારીઓ માટે ચર્ચા થઈ હતી. વિધાનસભા ચૂંટણીઓમાં ગત વખત કરતા ઓછી બેઠકો મળતા ભાજપ ગ્રામ્ય વિસ્તારો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. સરકાર ગ્રામ્ય વિસ્તારોને ધ્યાને રાખી મહત્વની યોજનાઓ જાહેર કરી રહી છે.

વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ઓછા મત મળતા કેટલીક બેઠકો ગુમાવી પડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની નારાજગીનો કારણ પાક વિમા એજન્સીની આડોડાઈ તેમજ બ્યુરોક્રેટસનું અણધડ વલણ હતું. બ્યુરોક્રેટસની મનમાનીનો રોષ સરકારને બનવું પડયું હતું. તેનાથી ચૂંટણીમાં કેટલીક બેઠકો ગુમાવવાનો વારો ભાજપને આવ્યો હતો.

૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં વિજયી બનવા માટે ભાજપે માઈક્રો પ્લાનીંગ શ‚ કરી દીધું છે. વિધાનસભાની ચૂંટણી જેવો જ પ્રચાર આ ચૂંટણીમાં કરવામાં આવનાર છે. ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ અને તેનો ઉકેલ મુખ્ય મુદ્દો રહેશે. આ ચૂંટણીઓ પણ વિકાસને ધ્યાનમાં રાખીને લડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.