Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચાઓની કારોબારી બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત  આવતીકાલે તા.૮ ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શહેરના કરણપરા  સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબારી બેઠક પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા, વિક્રમભાઇ ચૌહાણ, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા  સહીતનાની ઉ૫સ્થિતિમાં કારોબારી બેઠક યોજાશે.

આ બેઠકમાં માઘ્યમથી કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની સિઘ્ધિઓ અને વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોચાડવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે યોજાનાર અનુ. જાતિ મોરચાની કારોબારી બેઠકનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ ખાસ ઉ૫સ્થિત રહી કરાવશે. તો આ શહેર અનુ. જાતિ મોરચાની કારોબારી બેઠકમાં મોરચાના હોદેદારો વોર્ડના મોરચાના પ્રમુખ-મહામંત્રી તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉ૫સ્થિત રહેવા મહેશ રાઠોડ, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.