વેરાવળ-સોમનાથ શહેર-તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણૂંક

વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઈ સોલંકી તથા શહેર ભાજપ પ્રમુખ પરવિણભાઈ રૂપારેલીયાની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે તાજેતરમાં વેરાવળમાં સરસ્વતી સ્કૂલ ખાતે એક બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, સહરચના પ્રભારી પ્રદિપ વાળા, મહેન્દ્ર પનોત, ભરતસિંહ ગોહીલ, માજી મંત્રી જશાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંગભાઈ પરમાર સહિતના આગેવાનો તે અને અપેક્ષીત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

વેરાવળ-સોમનાથ તાલુકા ભાજપ પ્રમુખપદે આહિર સમાજના આગેવાન હરદાસભાઈ સોલંકી, મહામંત્રી પદે વિજય પરમાર, ગોવિંદભાઈ મેર જ્યારે શહેર ભાજપ પ્રમુખ પદે કોળી સમાજના અગ્રણી એડવોકેટ-નોટરી દેવાભાઈ ધારેચા, મહામંત્રી પદે કપીલભાઈ મહેતાની નિમણૂંક કરાઈ હતી. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમણભાઈ ભેંસલા, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, કિરીટભાઈ ફોફંડી સહિતના આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓએ હારતોરા કર્યા હતા.

Loading...