Abtak Media Google News

ગાંધીનગર લોકસભા બેઠકનાં ૨૩ મતદાન મથકોની મુલાકાત લીધી

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચુંટણી માટે સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજયમાં કુલ ૪.૫૧ કરોડ મતદારો ૫૧,૮૫૧ મતદાન કેન્દ્રો પરથી મતદાન કરવાના છે. લોકસભાની ૨૬ બેઠકો પરથી કુલ ૩૭૧ જેટલા ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે ત્યારે બંને પક્ષ દ્વારા અગાઉ ચુંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ૧૩ રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની ૧૧૬ સીટ પર વોટીંગ શરૂ થઈ ગયું છે. આજે સવારે પી.એમ. મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ પોતપોતાના મતદાન કેન્દ્ર પર જઈને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ સાથે જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરમાં ૨૩ મતદાન મથકોની પણ મુલાકાત લીધી હતી અને મતદાન કરીને ચુંટણીની કામગીરીમાં જોડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ સતત સાડા સાત કલાક પોતાના મત વિસ્તારમાં ફર્યા હતા.

મળતી માહિતી મુજબ આજે સવારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મતદાન કરીને અમદાવાદની નિશાન વિદ્યાલય, એલ.એન.પટેલ સ્વામિનારાયણ સ્કુલ, ડી.એલ.રાવલ સ્કુલ, નારણપુરા સબ ઝોનલ ઓફિસ, નેશનલ હાઈસ્કુલ-સોલા રોડ, ઝેડહાયર સેક્ધડરી સ્કુલ-મેમનગર, ઉદગમ સ્કુલ-થલતેજ, નિર્માણ હાઈસ્કુલ-વસ્ત્રાપુર, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલ-બોડાકદેવ, કમેશ્ર્વર વિદ્યાલય-જોધપુર, શ્રદ્ધા વિદ્યાલય-જોધપુર, આર.આર.દ્વિવેદી હાઈસ્કુલ-વેજલપુર, આર.આર.ડ્રાઈવડ હાઈસ્કુલ-વેજલપુર, ન્યુ એઈઝ પ્રાન્સ સ્કુલ-મકતામપુરા, શ્રીનાદનગર પ્રાથમિક સ્કુલ-વેજલપુર, મકરબા પ્રાઈમરી સ્કુલ ૧-૨-મકરબા, તુલીપ સ્કુલ-બોપલ, મણીભાઈ પટેલ પ્રાયમરી સ્કુલ-બોપલ, રાજપથ કલબ લેન-બોડાકદેવી, ૧૬-રોયલ ક્રેસેન્ટ-થલતેજ, સરસ્વતી વિદ્યાલય-સોલા, કેશવનગર સ્કુલ-અમદાવાદ, સાબરમતી સ્કુલ નં.૩-૪-સાબરમતી સહિતનાં ૨૩ જેટલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.