Abtak Media Google News

મુખ્યમંત્રી રાહતફંડમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપા ગુજરાતના તમામ સાંસદસભ્યો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો એ તેમનો એક મહિનાનો પગાર અતિવૃષ્ટિના અસરગ્રસ્તોની મદદ માટે મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવાની જાહેરાત કરી હતી. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપાની હંમેશા આ જ પરંપરા રહી છે, જ્યારે જ્યારે કોઇપણ આફત આવી હોય જેમ કે, ધરતીકંપ, દુકાળ, પુર જેવી કુદરતી હોનારતોમાં ભુતકાળમાં પણ ભાજપાનો કાર્યકર હંમેશા સેવા માટે તત્પર રહ્યો હતો અને આજે પણ અતિવૃષ્ટિની આ આફતમાં તમામ બનતી મદદ માટે સમગ્ર ભાજપા અસરગ્રસ્ત વિસ્તારમાં ખડેપગે તૈયાર છે.

જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપાના જીલ્લા/મહાનગર કાર્યાલયો ઉપર કાર્યકર્તાઓ સતત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી રહ્યા છે.  ભાજપાના ધારાસભ્યોે પણ પોતપોતાના વિસ્તારમાંી કીટ તૈયાર કરીને અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં સ્વયંભૂ પહોચી રહ્યા છે. ટ્રકો ભરીને રાહત સામગ્રી પહોંચાડવાનો પ્રવાહ અવિરતપણે ચાલી રહ્યો છે. સંગઠન દ્વારા ૩૩ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કીટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. ભાજપાના કાર્યકરો સ્વયં આ તૈયાર કીટ લઇને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચતી કરી રહ્યા છે. ભાજપા ડોકટર સેલની ૨૦ જેટલી ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં સેવા આપી રહી છે. પુર ઓસરી ગયા પછી જ્યાં સુધી જન-જીવન પૂર્વવત્ નહી ઇ જાય ત્યાં સુધી ભાજપાનો એક-એક કાર્યકર અસરગ્રસ્ત વિસ્તારમાં ઉપસ્તિ રહી લોકસેવા માટે કટિબધ્ધ છે.

મુખ્યમંત્રીના રાહતફંડમાં ફાળો આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર- ૧૦૩૫૪૯૦૧૫૫૪ (AC. No. 10354901554)છે અને IFSC Code:-SBIN0008434છે તેમાં સીધા જ પૈસા જમા કરાવી શકાય છે અવા તો સચિવશ્રી, મુખ્યમંત્રીનુ રાહતફંડ, મહેસુલ વિભાગ, બ્લોક નં.૧૧/૭, સચિવાલય, ગાંધીનગરના સરનામા ઉપર મોકલી શકાશે.

જીલ્લા કક્ષાએ કલેક્ટર, વિકાસ અધિકારીઓ, તા તાલુકા કક્ષાએ મામલતદારઓ પણ રાહત નિધિમાં ફાળો સ્વીકારવા અધિકૃત છે અને ખાસ મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયેલ ફાળો આવકવેરા ધારાની કલમ-૮૦જી હેઠળ ૧૦૦% કરમુક્તિને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.