Abtak Media Google News

સપા-બસપાનો ૩૮-૩૮ સીટો ઉપર ચૂંટણી લડવાનો નિર્ણય

હાલ ઉતરપ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન થયું છે અને તે આવનારી લોકસભાની ચુંટણીમાં શું પરીણામ લાવશે તે ચુંટણીના પરીણામો જ જાહેર કરશે પરંતુ હાલ બંને પક્ષો વચ્ચે જે ગઠબંધન થયું છે તેની રણનીતિ પણ પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે વાત કરવામાં આવે તો આ ગઠબંધનથી નુકસાન થોડુ, ફાયદો વધુ થાય તેવી સ્થિતિ પણ સર્જી શકાશે ત્યારે સપાના મતદારો બસપાને નહીં પરંતુ સપાને મત આપશે એવી જ રીતે જે બસપાના મતદારો છે તે બસપાને મત આપશે અને સપાને નહીં એટલે કે ગઠબંધન હોવા છતાં પણ બંનેના જે મતો રહેશે તેનું વિભાજન થશે એટલે કયાંકને કયાંક ભાજપને આ ગઠબંધનથી નુકસાન નહીં પણ ફાયદો થાય તેવી પરિસ્થિતિ ઉદભવીત થઈ છે.

સપા અને બસપાએ ઉતરપ્રદેશમાં ૩૮-૩૮ સીટો ઉપર ચુંટણી લડવાનો નિર્ણય લીધો છે અને કઈ સીટો ઉપર તેઓ ચુંટણી લડશે તેના વિશે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. બસપા પશ્ર્ચિમ-ઉતર પ્રદેશમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જયારે સપા પૂર્વતર યુપીમાં ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ૧૭ જે સુરક્ષિત સીટો માનવામાં આવી રહી છે તેના પર બસપા ચુંટણી લડે તેવા પણ એંધાણો થઈ રહ્યા છે. પશ્ચિમ યુપીમાં બસપાનો જનાધાર ખુબ જ મજબુત માનવામાં આવી રહ્યો છે ત્યારે સમાજવાદી પાર્ટીની વાત કરવામાં આવે તો સપા પશ્ચિમ યુપીની સરખામણીમાં પૂર્વતરમાં તેમનું પ્રભુત્વ ખુબ જ વધુ જોવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બીએસપીના સુપ્રીમો માયાવતી ૧૫ વર્ષ પછી લોકસભાની ચુંટણી લડે તેવી ધારણા પણ કરવામાં આવી છે. તેઓએ ૨૦૦૪માં લોકસભાની ચુંટણી લડી હતી ત્યારે નરેન્દ્ર મોદીને હંફાવવા માયાવતી, અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ લોકસભાની ચુંટણી લડશે તે પણ વાત સ્પષ્ટ થઈ રહી છે. વાત કરીએ તો અખિલેશ યાદવ કનોજથી અને મુલાયમસિંહ યાદવ પોતાની પરંપરા સીટ મેનપુરીથી ચુંટણી લડશે. જયારે માયાવતી કયાં સીટથી ચુંટણી લડે એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પશ્ચિમ ઉતર-પ્રદેશની વાત કરવામાં આવે તો બુલંદશહર, બિઝનોર, મેરઠ, સહારનપુર, નગીના અને અલીગઢ જેવી બેઠકો ઉપર બીએસપી ચુંટણી મેદાનમાં ઉતરશે. જયારે સમાજવાદી પાર્ટી ઈટાવા, લખનઉ, મુરાદાબાદ, ગોરખપુર, ઈલાહાબાદ, કાનપુર અને આઝમગઢની સીટો ઉપર ચુંટણી લડશે. જયારે બાગપત અને મથુરાની સીટ ઉપર આરએલડીના મુખ્ય અજીતસિંહ અને તેના પુત્ર જયંત ચૌધરી ઉપર છોડી દેવામાં આવ્યું છે જો આરએલડી આ પ્રસ્તાવને નકારે અને કોંગ્રેસની સાથે પોતાનું વિલીનીકરણ કરે તો આ સીટ ઉપર સપા અને બસપા પોતાના ઉમેદવારોને ઉતારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.