ઐતિહાસિક રામમંદિરના ભૂમિપૂજનને આવકારતા ભાજપ અગ્રણીઓ

તહેવારો જેવો માહોલ: ભાજપ કાર્યાલયને સુશોભિત કરાયું, ગરબા રમ્યા, ફટાકડા ફોડ્યા

હિન્દુઓનાં આસ્થાના પ્રતિક ભગવાન શ્રી રામને મર્યાદા પુરૂષોતમ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વર્ષો બાદ આજે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય અને ઐતિહાસીક રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતુ. ત્યારે દેશમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે સવારથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યાલયને સુશોભિત કરવામાં આવ્યું હતુ અને ફટાકડા ફોડી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે ૨ામ જન્મભુમિ મંદિ૨ના નિર્માણની શિલાન્યાસ વિધિના આ ગૌ૨વવંતા ઐતિહાસિક કાર્યક્રમની ઔલોકિક ઘડી એ શહે૨ ભાજપ કાર્યાલય નયન૨મ્ય સુશોભની ઝગમગી ઉઠયુ હતુ અને આતશબાજી અને જય શ્રી ૨ામ ના ગગનચુંબી ના૨ાથી વાતાવ૨ણ ગુંજી ઉઠયુ હતું.

આ તકે ૨ાજયસભાના સાંસદ અભયભાઈ ભા૨ધ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડા૨ીયા, ગુજ૨ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, ધા૨ાસભ્ય અ૨વીંદ ૨ૈયાણી, મેય૨ બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, ડે. અશ્ર્વીન મોલીયા, પૂર્વ મેય૨ જનકભાઈ કોટક, મોહનભાઈ વાડોલીયા, મનીષ ભટૃ, કંચનબેન સિધ્ધપુ૨ા, દીવ્ય૨ાજસિહ ગોહીલ, વિક્રમ પુજા૨ા, ૨ઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, હ૨ેશભાઈ જોષી, ન૨ેન્દ્રસિહ ઠાકુ૨, પ૨ેશ પીપળીયા, નિતીન ભુત, માધવ દવે, અશ્ર્વીન પાંભ૨, ૨ાજુભાઈ બો૨ીચા, નીલેશ જલુ, માવજીભાઈ ડોડીયા, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, પૃથ્વીસિહ વાળા, લલીત વાડોલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પા૨ેખ, કી૨ણબેન માકડીયા, હારૂનભાઈ શાહમદા૨, ડી.બી. ખીમસુ૨ીયા, નાનજીભાઈ પા૨ઘી, ૨સીકભાઈ પટેલ સહીતના સો કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં  ઉપસ્થિત ૨હયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ૨ીવા૨ના પ્રવીણભાઈ ડોડીયા, ૨મેશભાઈ  જોટાંગીયા, પી. નલા૨ીયાન, ૨ાજન ઠકક૨, ચેતન ૨ાવલ, ૨ાજ ધામેલીયા, જયંતભાઈ ઠાક૨ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

ત્યા૨ે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવેલ કે અયોધ્યા ખાતે શ્રી૨ામ જન્મભુમિ મંદિ૨ના નિર્માણની શિલાન્યાસ વિધિ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ ૨હી છે ત્યા૨ે ક૨ોડો ભક્તો અને સંતો-મહાત્માઓની અનેક વર્ષો થી શ્રધ્ધા, આસ, તપસ્યા, બલિદાનની ફલશ્રુતીરૂપે ભગવાન શ્રી૨ામની જન્મભુમિ પ૨ ભવ્ય મંદિ૨નો આ૨ંભ થઈ ૨હયો છે. અયોધ્યામાં ૨ામમંદિ૨નું નિર્માણથી દેશના ક૨ોડો શ્રધ્ધાળુઓનુ સ્વપ્નુ સાકા૨ થઈ ૨હયું છે ત્યા૨ે સમગ્ર દેશવાસીઓને હૈયે હ૨ખની હેલી છે. આવના૨ી પેઢીઓ આ મંદિ૨માંથી સનાતન ધર્મ, સંસ્કા૨ો, સંસ્કૃતી, અને અધ્યાત્મ ની પવિત્ર પ્રે૨ણાઓ મેળવશે. ત્યા૨ે અયોધ્યામાં ૨ામ જન્મભૂમિ મંદિ૨ના ઐતિહાસિક શિલાન્યાસ વિધિ ના અવસ૨ે એટલે કે આજે શહે૨ીજનો પોતાના ઘ૨ે મહાઆ૨તી, શંખનાદ, દિપ પ્રગટાવે, પૂજન-અર્ચન ક૨ી આ ઐતિહાસિક ક્ષણને વધાવવામાં સહભાગી બને તે માટે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ જાહે૨ અનુ૨ોધ ક૨ેલ હતો.

દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો: બિનાબેન આચાર્ય

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે આજે અયોધ્યામાં રામમંદિરનું શિલાન્યાસ થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ખુશીની લાગણી છવાઈ રાજકોટ શહેરની વાત કરૂ તો તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે. ઉત્સવ જેવું વાતાવરણ બની ગયું છે. વર્ષો બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે તમામ લોકો માટે ગર્વની વાત કહી શકાય રાજકોટમાં ભારતીય જનતાપાર્ટી કાર્યાલય ખાતે પણ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જય રામના નારા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરવામા આવી રહી છે.

વર્ષોથી જોવાતી રાહનો આજે અંત આવ્યો રામમંદિરનું નિર્માણ થશે: નિતિનભાઈ ભારદ્વાજ

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજએ જણાવ્યું હતુ કે આ ક્ષણની વર્ષોથી રાહ જોવાતી હતી. આજ ખૂબજ આનંદની ક્ષણ છે. તમામ લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીતભાઈ શાહના નેતૃત્વ હેઠળ આજે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. તે આનંદની વાત છે. ખૂબજ ગર્વની વાત આપણા સૌ માટે કહી શકાય કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન રામનાં મંદિરનું નિર્માણ થનાર છે. હિન્દુ તરીકે ખૂબજ ગર્વની અનૂભૂતિ થાય છે. દરેક જગ્યાએ ઉત્સાહનો માહોલ છે. સમગ્ર રાજકોટમાં પણ આજે સાંજે ઘરે ઘરે દિવા થાશે એમ કહેવાય કે રામપ્રાગટયની અનૂભૂતિ સમગ્ર રાજકોટ કરશે.

તમામ ભારતીયોનું સ્વપ્ન આજે પૂર્ણ થયું: કમલેશ મીરાણી

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતુ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સુત્ર બોલતા આવ્યા છે. સોગંદ રામકી ખાતે હે હમ મંદિર વહી બનાયેગે આજે પાંચસો વર્ષ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ આજે વડાપ્રધાનના હસ્તે અયોધ્યા રામમંદિર ખાતે શિલાન્યાસ થઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં તો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પણ આજે ખૂબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ઘણા વર્ષોનું સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. દિવાળી કરતા પણ મોટો પર્વ કહી શકાય સવારથી જ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અમે સુશોભન કરેલ મોટા પ્રમાણમાં વોર્ડમાંથી કાર્યકર્તાઓ આવી પૂજા અર્ચના કરે અમે ગરબા પણ રમ્યા અને આજે સાંજે તમામ સક્રિય સભ્યો પોતાના ઘરે દીપ પ્રજવલીત કરી જે અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનનાર છે તેને આવકાર આપનાર છે.

અયોધ્યામાં રામમંદિર એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બની રહેશે: ધનસુખભાઈ ભંડેરી

મિડિયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતુ કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સાધુ સંતોની ઉપસ્થિતિમાં રામ મંદિરનું ઐતિહાસીક ભૂમિપૂજન થનાર છે. ભારતભરનાં તમામ લોકોનું સ્વપ્ન હતુ કે અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર ભગવાન શ્રી રામનું મંદિર બને તે સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે આખા દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે પણ અનેરો ઉત્સાહ છવાયો છે. તમામ કાર્યકર્તાઓએ ભગવાન રામના મંદિરનાં શિલાન્યાસને આવકાર્યો છે. આ મંદિર એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બની રહેશે.

Loading...