તિરંગા યાત્રામાં સામેલ થનાર લોકોનો આભાર માનતા ભાજપ અગ્રણીઓ

વ્યવસ્થાપક કમિટી અને કાર્યકરોએ આભાર માન્યો

ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણીએ રાજકોટ શહેરમાં સી.એ.એ.નાં સમર્થનમાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં શહેરીજનો, વિવિધ સામાજીકા, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓને સ્વયંભૂ જોડાઈને આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવા બદલ જાહેર આભાર વ્યકત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા ધર્મના આધારે વિસ્થાપિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને નાગરીકતા આપવા માટે નાગરીકતા સંશોધન કાયદો સીએએ જેવો પસાર કરીને ઐતિહાસીક અને અભૂતપૂર્વ રાષ્ટ્રહિતનો નિર્ણય લેવાયો છે.ત્યારે આ નિર્ણયને વધુને વધુ મજબુત બનાવવા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા ૨૦૨૦નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે આ ભવ્ય તિરંગા યાત્રા ૨૦૨૦માં શહેર અને જિલ્લાનાં તમામ શ્રેણીના નાગરીકો તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ સ્વયંભૂ બહોળી સંખ્યામાં જોડાઈને નાગરિકતા સંશોધન કાયદાને ખરા અર્થમાં સમર્થન આપેલ હતુ. આ ઐતિહાસીક તિરંગા યાત્રામાં ૨ કી.મી. લંબાઈનો રાષ્ટ્રીય ધ્વજ થકી તિરંગા યાત્રાની આન-બાન-શશનમાં વધારો થયો હતો. ત્યારે આ યાત્રાનું વિવિધ સ્થળે ડી.જે. બેન્ડના સૂરોનાં સથવારે દેશભકિતના ગીતો અને ‘ભારત માતા કી જય’ અને વંદે માતરમના નારા થકી ઉષ્માભેર સ્વાગત કરાયું હતુ. ત્યારે શહેર અને જિલ્લાના તમામ શ્રેણીના નાગરીકો, વિવિધ સામાજીક સેવાકીય ધાર્મિક, શૈક્ષણીક સંસ્થાઓ સ્વયંભૂ બહોળી સંખ્યામાં ઉમટી પડી આ ઐતિહાસીક તિરંગા યાત્રામાં જોડાયા તે બદલ ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયાએ શહેરીજનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.

આજ રોજ રાજકોટના રેસકોર્ષ ખાતે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ તિરંગાયાત્રામાં વિશાળ સંખ્યામાં ઈઅઅને સ્વયંભૂ  સમર્થન આપવા બદલ તમામ નાગરિકોનો રાષ્ટ્રીય એકતા સમિતિના અગ્રણીઓ અને કાર્યકરો કે જેમણે આ પ્રચંડ તિરંગાયાત્રાનું વ્યવસ્થાપન સાંભળ્યું જેમાં કાર્યક્રમ સ્થળ પર સર્વ અરવિંદભાઈ રૈયાણી, કેતનભાઇ પટેલ, પ્રદીપભાઇ ડવ, નયનાબહેન પેઢિયાર, રેલીના રૂટ પર સર્વ દેવાંગભાઈ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુક્લ, મયુરભાઈ શાહ અને દિનેશભાઇ કારિયા, બસની વ્યવસ્થામાં સર્વ વિક્રમભાઈ પુજારા, મહેશભાઈ રાઠોડ દિવ્યરાજ સિંહ ગોહિલ અને રઘુભાઇ ધોળકિયા અને આ રેલીના પ્રચાર સાહિત્યમાં સર્વ અનિલભાઈ પારેખ અને હરેશભાઇ જોશી એ ભારે જહેમત ઉઠાવી હતી અને રાજકોટની જનતાનો આ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કેબિનેટ મંત્રીઓએ બાવળીયા-રાદડીયા

રાજકોટ જિલ્લાના તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ-હોદ્દેદારો, સભ્યો તેમજ જિલ્લાભરમાંથી વિશાળ સંખ્યમાં  સ્વયંભૂ ઉમટી પડેલા જન સમુદાય આ રેલીમાં એકત્ર થઈને રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દાખવી હતી. ત્યારે આ તિરંગાયાત્રાને મળેવા અભૂતપૂર્વ સમર્થન બદલ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા અને રાષ્ટ્રીય એકતા સમિતિ – રાજકોટ મીડિયા સેલના સંયોજક રાજુભાઈ ધ્રુવએ પ્રિન્ટ અને ઈલિક્ટ્રોનિક મીડિયાના મિત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ તંત્ર અને તમામ નાગરિકોનો આભર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ભાજપ

રાજકોટ જિલ્લા ભાજપ કેન્દ્રના પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મહેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અને પૂર્વધારાસભ્ય જશુબહેન કોરાટ, બાવનજીભાઈ મેતલીયા અને પ્રવિણભાઈ માંકડીયા એ રાજકોટની જનતાનો આભર વ્યક્ત કર્યો હતો જેના સમર્થન થકી આ યાત્રા સંભવ બની.

ફ્રીડમ યુવા ગૃ્રપ તથા અગ્રણીઓ દ્વારા તિરંગા યાત્રાનું ગૌરવભેર સ્વાગત-સન્માન

આજરોજ સીએએના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા શહેરમાં ૩ કિલોમીરટરની ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી જેવું ઠેર-ઠેર વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ-મંડળો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. આ તિરંગાયાત્રાનું યાજ્ઞિક રોડ ખાતે ફ્રીડમ યુવા ગૃ્રપે પણ ઉમળકાભેર આવકારી સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રાના સ્વાગતમાં ફ્રીડમ યુવા ગૃ્રપના ચેરમેન ભાગ્યેશભાઈ વોરા, સંજયભાઈ પારેખ, પ્રવિણભાઈ ચાવડા, મનોજભાઈ ડોડીયા, કિરીટભાઈ ગોહેલ, રસિકભાઈ મોરદરા, દિલજીતભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડીયા સહિત આગેવાનોએ આ તિરંગા યાત્રાનું સ્વાગત કરી આવકારી હતી. આ ઉપરાંત વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર તથા કાયદા નિગમના ચેરમેન શિલ્પાબેન જાવીયા તથા જાગૃતિબેન ધાડિયાએ તિરંગા યાત્રાનું દબદબાભેર સ્વાગત સન્માન કર્યું હતું.

દેશભકિતની મિશાલ તિરંગા યાત્રા દ્વારા રાજકોટ આઉટડોર એસો.નું સી.એ.એ.ને પ્રચંડ સમર્થન

શહેરમાં પ૦ થી વધુ બજાર સર્કલ પર હોર્ડિંગદ્વારા સામાજીક જાગરૂતતા પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના માર્ગદર્શનમાં બેનમુન વ્યવસ્થા

ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં ત્રિરંયા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરુપે ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટ શહેરમાં ભવ્યાતીભવ્ય ૩ કિલોમીટર લાંબી ત્રિરંગાયાત્રાને આજે રેસકોસ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ફલેજ્ઞ ઓફ કરવામાં આવેલ. રાજકોટ આઉટ ડોર એસો.ના તમામ સભ્યોના સહકારથી રાજકોટ શહેરના વિવિધ ટ્રાફીક સર્કલ તેમજ મુખ્ય રોડ પર પ૦ થી વધુ હોડિગ પર ત્રિરંગાયાત્રાનાં સંદેશ દ્વારા જનજાગૃતિનું મહાઅભિયાન કરવામાં આવેલ જેના પરિણામ સ્વરુપ બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ એ આ રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રયાસને પ્રત્યક્ષ સમર્થન આપેલ, સામાજીક એકિકરણના આ અભિયાનમાં રાજકોટ આઉટ ડોર એસો. ને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી નીતીન ભારદ્વાજ, પૂર્વ સ્ટે. કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી તેમજ પંચનાથ મંદીરના પ્રમુખ દેવાંગ માંકડ તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીનું માર્ગદર્શન પ્રાપ્ત કરેલ. આ તકે શ્રીમતિ અંજલીબેન રૂપાણી દ્વારા ખુબ જ ટુંકા સમયગાળામાં આ ત્રિરંગાયાત્રામાં હોડિગના માઘ્યમથી સમગ્ર શહેરને જે પ્રકારે માહિતગાર કરવામાં આવેલ તે માટે રાજકોટ આઉટ ડોર એસો.નો આભાર વ્યકત કરેલ.

સીએએ સમર્થક તિરંગા યાત્રામાં જોડાતો ‘નાગરિક’ પરિવાર: અભિવાદન કરાયું

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ડો. યાજ્ઞિક રોડ શાખાનાં પ્રાંગણમાં – ડો. યાજ્ઞિક રોડ ખાતે બેંક દ્વારા વિશાળ સ્ટેજ બનાવાયેલું હતું. સ્ટેજ ઉપર સીએએ સર્મન મનોરમ્ય બેનર હતું. બેનર ફરતાં તિરંગા કલરનાં બલુન સમગ્ર સ્ટેજને વધુને વધુ ધ્યાનાકર્ષક બનાવતા હતાં. બેંક દ્વારા સમગ્ર યાત્રિકો માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ રાખેલ અને કાર્યકરો સહુને જોશભેર આપી રહ્યા હતા.

બેંક દ્વારા જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, અર્જુનભાઇ શિંગાળા, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, કિર્તીદાબેન જાદવ, વિનોદ શર્મા, મહેશભાઇ મણીઆર, કિરીટભાઇ કેસરીયા, નિમેષભાઇ કેસરીયા, મધુભાઇ ભટ્ટ, નટુભાઇ ચાવડા, જયંતભાઇ ધોળકીયા, સાવનભાઇ ભાડલીયા, પલ્લવીબેન દોશી, જયશેભાઇ સંઘાણી, સરોજબેન રૂપાપરા, દિલીપભાઇ દેસાઇ, રજનીકાંત રાયચુરા, ગીરીશભાઇ ભુત, પ્રવિણસિંહ રાઠોડ, નયનભાઇ ટાંક, તેજસભાઇ વ્યાસ, પ્રશાંતભાઇ રૂપારેલીયા, અલ્પેશભાઇ વ્યાસ, વિપુલભાઇ દવે, કિશોરભાઇ મુંગલપરા, સુરેશભાઇ અગ્રેસરા, મનસુખભાઇ ગજેરા, સાગરભાઇ શાહ, ભાવેશભાઇ રાજદેવ, ઉમેદભાઇ જાની, જયંતભાઇ રાવલ, નિલેશભાઇ શાહ, કમલેશભાઇ કટેસીયા, માનસીબેન જોબનપુત્રા, હિતેશભાઇ રાચ્છ, ઇમ્તીયાઝભાઇ ખોખર, કાંતીલાલ ઠુંમર, નલીનભાઇ જોશી, દિનેશભાઇ ગોહેલ, દુષ્યંતભાઇ ઉપાધ્યાય, રાજેન્દ્રભાઇ પારેખ, હિરેનભાઇ વખારીયા, ધમેન્દ્રભાઇ રાઠોડ, જયેશભાઇ વારીયા, કમલભાઇ સંચાણીયા, પ્રશાંતભાઇ ઝાખરીયા, રણછોડભાઇ ઝાપડીયા, દયાળજીભાઇ નકુમ, પ્રદિપભાઇ જોશી, રવીભાઇ સોલંકી, નિરવભાઇ પંડ્યા, રવિભાઇ ગોંડલીયા, તપનભાઇ પંડ્યા, મનસુખભાઇ ચાવડા, જીજ્ઞેશભાઇ દવે, નિલેશભાઇ બેલાણી, હરિપ્રકાશભાઇ વોરા, ભાવિન વેકરીયા, પ્રદિપભાઇ સરવૈયા, અજય જાડેજા, રાકેશભાઇ વરસાણી, વિનયભાઇ વિરમગામા, હાર્દિકભાઇ ટાંક, આશિષભાઇ પીઠડીયા ઉપરાંત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઇ સીએએ સર્મક તિરંગા યાત્રા ૨૦૨૦ને આવકાર આપ્યો હતો.

Loading...