Abtak Media Google News

એનડીએ કેમ્પને AIADMKનું સમર્થન: રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના જ વરિષ્ઠ નેતા જશે તેવો ભાજપનો દાવો

રાષ્ટ્રપતિની ચૂંટણી મતદાન દ્વારા થશે તો ભાજપને ૫૪% મત લેવાની ધારણા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની રાષ્ટ્રપતિ તરીકેની ટર્મ પુરી થવામાં છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ બનશે તેનો મુદ્દો ચર્ચાસ્પદ છે. તેમાં ખાસ કરીને શાસક પક્ષ ભાજપને તેમના ઉમેદવારને ૫૪ ટકા મત મળવાની ધારણા છે.

સુત્રોના જણાવ્યા મુજબ એનડીએને તેલંગણા રાષ્ટ્રીય સમીતીનું સમર્થન છે અને એઆઇએડીએમકેનું પણ ભાજપને સમર્થન છે. જ્યારે ડીએમકેનું કોંગ્રેસના ઉમેદવારને સમર્થન છે. ભાજપનો દાવો છે કે, તેમના ઉમેદવાર ૫૪ ટકા મત સાથે રાષ્ટ્રપતિ ભવનમાં આ‚ઢ થશે. તાજેતરમાં કોંગ્રેસ અને ડીએમકેના કાર્યકરો રાષ્ટ્રપતિ પદની ચૂંટણી મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી મામલે એઆઇડીએમકે અને ભાજપના ગઠબંધન વિશે જાણકારી આપી હતી. નવી દિલ્હીમાં મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્રીય શાસક પક્ષ ભાજપને ગળા સુધી ખાતરી છે કે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના જ કોઇ વરિષ્ઠ નેતા રાષ્ટ્રપતિ તરીકે બિરાજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.