Abtak Media Google News

ભાજપના ઉમેદવારો સંભવત: મંગળવારે ફોર્મ ભરશે

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ યોજાનારા મતદાનનું જાહેરનામું ગઈકાલે પ્રસિઘ્ધ થઈ ગયું છે. સતાધારી પક્ષ ભાજપે અલગ-અલગ ૩ યાદીમાં ગુજરાતની લોકસભાની ૧૯ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જયારે વિધાનસભાની ૫ બેઠકો માટે પેટાચુંટણી યોજાવાની છે તે પૈકી ૩ બેઠકો માટે નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું આજે રાત્રે ગુજરાતમાં આગમન થવાનું છે તે પૂર્વે ભાજપ લોકસભાની બાકી રહેતી ૭ અને વિધાનસભાની બાકી રહેતી ૨ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દે તેવી સંભાવના જણાઈ રહી છે.

ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ગુજરાતની એકમાત્ર ગાંધીનગર બેઠક માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત કરી હતી જયારે બીજી યાદીમાં રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિત ૧૫ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જયારે ત્રીજી યાદીમાં ૩ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી. લોકસભાની અમદાવાદ પૂર્વ, સુરત, આણંદ, છોટાઉદેપુર, પાટણ, મહેસાણા અને જુનાગઢ બેઠક જયારે વિધાનસભાની ઉંઝા અને તાલાલા બેઠક માટે હજી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

આગામી ૪ એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. બીજી તરફ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે તે પૂર્વે ભાજપ લોકસભાની બાકી રહેતી ૭ બેઠકો માટે અને વિધાનસભાની ઉંઝા તથા તાલાલા બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની સતાવાર જાહેરાત કરી દયે તેવી સંભાવના જણાઈ રહી છે.

Matter2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.