Abtak Media Google News

વાઘાણીની અધ્યક્ષતામાં સતિષજી, ભીખુભાઈ દલસાણીયા, પરસોતમભાઈ રૂપાલા, માધવ ભંડેરી સહિતના આગેવાનો જોડાયા

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સંગઠન સહ મહામંત્રીશ્રી વી. સતિશજી, ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ની વિશેષ ઉપસ્થિતિમાં  ભારત-ચીન સબંધ અને સંઘર્ષ વિષય પર વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાઈ ગયો હતો.

પ્રસ્તુત પરિસંવાદમાં મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા અને અભ્યાસુ વક્તા માધવ ભંડારીજીએ સાંપ્રત વિષયને અનુલક્ષીને માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટે માધવ ભંડારીજીનો સંક્ષિપ્ત પરિચય આપીને વિષયની સાંપ્રત જરૂરિયાત અંગે છણાવટ કરી હતી.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વર્ચ્યુઅલ પરિસંવાદમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક  સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ભારત – ચીનની પ્રવર્તમાન સ્થિતિ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર ચીનને તમામ મોરચે યથા યોગ્ય જવાબ આપી રહી છે આ તબક્કે આપણે સૌ રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરીએ અને રાષ્ટ્ર સેવામાં સહભાગી બનીએ.

વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત- સ્વાવલંબી – આત્મનિર્ભર રાષ્ટ્રનિર્માણ તરફ આગેકૂચ થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આ યજ્ઞમાં દેશને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આપણે સહિયારા પ્રયાસો આદરવા જરૂરી બને છે. કોંગ્રેસ દ્વારા આ વિષય અંગે ફેલાવવામાં આવતા જૂઠાણાઓ તેમજ બેબુનિયાદ આક્ષેપો સામે સાચી અને સચોટ માહિતી રજૂ કરવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે.

આ વર્ચ્યુઅલ પરિષદમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા અને અભ્યાસુ વક્તા માધવ ભંડારીજી એ ભારત-ચીન સંબંધો અને સંઘર્ષ અંગે તેમના માર્ગદર્શક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તમામ ક્ષેત્રે ભારત અને ચીન સમાનતા ધરાવતા હતા વિશ્વની સૌથી જૂની અસ્તિત્વમાં હોય તેવી સભ્યતાઓમાં ભારત અને ચીનનો સમાવેશ થાય છે. ઈતિહાસમાં ભારત અને ચીન વચ્ચે વિદ્યાર્થીઓ અને વિચારકોના આદાન-પ્રદાનની ઘટનાઓ પણ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.