Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તાકિદે એકશન લીધાં છે કોંગ્રેસ પોતાના ભ્રષ્ટાચારીઓ સામે એકશન લેતી નથી: જ્યારે ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તાત્કાલિક બે લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે: ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, લોકરક્ષકના પેપરલીકની ઘટનાએ કમનશીબ અને પરીર્ક્ષાીઓ માટે પીડાદાયક છે. તમામ પરીર્ક્ષાીઓની લાગણી છે કે પરીક્ષા પારદર્શક અને ન્યાયી રીતે લેવામાં આવે. પેપરલીકમાં જે પણ કસુરવાર હોય તેની સામે સરકાર કડકમાં કડક એકશન લે. આ પરીર્ક્ષાીઓની લાગણી અને સંવેદનાની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારની પણ લાગણી અને સંવેદના જોડાયેલી છે. ભાજપ સરકાર ઝીરો ટોરલેન્સી કામ કરે છે. પારદર્શિતા સો એકશનમાં માને છે.સરકારે આ બે બાબતને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરી છે.

પેપરલીક પછી પરીક્ષા લેવાય તો હોંશીયાર પરીર્ક્ષાીઓને ખૂબ અન્યાય થાય એટલે સરકારે પ્રામાણિક અને પરીશ્રમી પરીર્ક્ષાીઓના અધિકાર જળવાઈ રહે તેમજ પારદર્શક પરીક્ષા અને ન્યાયી રીતે યોજાય તે માટે  પુન:પરીક્ષાનો નિર્ણય લીધો છે. હવે પછી લેનાર પરીક્ષામાં તમામ લોકોને ઘરી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવાનું ભાડું આપવાનો સરકારે નિર્ણય લીધો છે.

દરેક પરીર્ક્ષાીઓની લાગણી છે કે, પેપરલીકમાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે સરકારે તાકીદે ગણતરીના કલાકોમાં કોઈની પણ શેહશરમ રાખ્યાં વિના કસુરવારોને પકડવાનું શરૂ કરી દીધું છે. તેમાં ભાજપના બે કાર્યકર્તા (૧) મુકેશ ચૌધરી વડગામ તા.પં.નો સભ્ય છે અને (૨) મનહર પટેલ બાયડના કાર્યકર્તાના નામ આવતાની સો તેમને તાત્કાલિક અસરી ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. પોલીસતંત્ર દ્વારા હજૂ મુળ શોધવાનું ચાલુ છે. એક પછી એક ગુન્હેગારો પકડાતા જાય છે ને પોલીસ અધિકારી દ્વારા મિડીયામાં પારદર્શી રીતે ગુન્હેગારો સો જનતા સમક્ષ ઘટનાક્રમ મુકવામાં આવી રહ્યો છે. સરકારને કોઈપણ પ્રકારનું, કોઈનું પણ ખોટું ચલાવી લેવું ની

કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અને નેતાઓએ બેફામ જૂઠ્ઠા આક્ષેપો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર કર્યાં છે તેને સખ્ત શબ્દોમાં વખોડી નાંખીને ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં આધાર કે પુરાવા વગર આ પ્રકારના આક્ષેપો કરનારાઓની પ્રજામાં વિશ્વસનીયતા રહેતી ની. જો અમે પણ એવો રાજકીય આક્ષેપ કરીએ કે, આ ઘટનાક્રમનું મૂળ વિપક્ષના નેતા સુધી પહોંચે છે. તો તે યોગ્ય ન ગણાય. એટલે કે કોઈએ પણ તથ્યો વગર મનઘડત જૂઠ્ઠા આક્ષેપોન કરવા જોઈએ.

કોંગ્રેસ કયારેય પોતાના ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરતી ની,મગફળી કાંડ કે હિંસામાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર કોંગ્રેસ એકશન લેતી ની ઉલ્ટાનું તેને છાવરવાનું કામ કરે છે. જયારે ભાજપે તાકીદે સસ્પેન્ડ કરીને એકશન લે છે. ભાજપ પારદર્શિતા માટે એકશન લે છે ત્યારે તે વિરૂદ્ધની કોંગ્રેસ માનસિકતા પ્રદર્શિત કરીને રાજકીય વિવાદ ઊભો કરવા માંગે છે.

પંડયાએ કોંગ્રેસને સવાલ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ શેનો વિરોધ કરી રહી છે ? શું કોંગ્રેસ પુન: પરીક્ષાનો વિરોધ કરે છે ?  કે પેપર લીક કરેલ ગુન્હેગારોને સામે એકશન લીધાં તેનો વિરોધ કરે છે ? કોંગ્રેસનો વિરોધ માત્ર રાજકીય ર્સ્વા અને ઉશ્કેરાટ માટે છે તે ગુજરાતની જનતા સમજે છે.

ભાજપ સરકારે તમામ પરીર્ક્ષાીઓની લાગણી, સંવેદના સમજીને પુન: પરીક્ષા અને કસુરવાર સામે એકશન-નિર્ણયો કર્યાં છે. કોંગ્રેસના હ્યદયમાં પરીર્ક્ષાીનું હિત ની પરંતુ રાજકીય ર્સ્વા છે. કોંગ્રેસ સતત અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર અને અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરે છે પરંતુ ગુજરાતની જનતા તેને નિષ્ફળ બનાવે છે. કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો, નિવેદનોએ ગુજરાતના હિતમાં કે જનહિતમાં હોતા ની. માત્ર પોતાના રાજકીય ર્સ્વા અને વાદ-વિવાદ, વેરઝેર ઊભા કરવા માટેનાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.