Abtak Media Google News

તમે કંઈ સારો વારસો મૂકીને ગયા હો અને અમોએ તે વારસો રફે દફે કરી નાખ્યો હોય તો તમામે અમારો કાન પકડવાનો અધિકાર છે તેમ સામાન્ય બજેટની ચર્ચામાં ઉર્જાની માંગ પર બોલતા રાજકોટના ધારાભ્ય ગાવિંદ પટેલે જણાવ્યું હતુ.

પટેલે આંકડાઓ આપતા જણાવ્યું હતુ કે ૧૯૬૧માં જયારે ગુજરાત અલગ બન્યું ત્યારે તે વખતે કુલ વીજ ઉત્પાદન ૩૬૧ મે.વોટ હતુ સને ૧૯૯૫માં તે ૯૦૦૦ મે. વોટ સુધી પહોચેલ ૧૯૯૫થી શરૂ કરીને ૨૦૧૭ સુધીમાં ૨૭૦૫૦ મે. વોટ વીજળી ઉત્પાદન ભાજપ સરકારે કરીને સરપ્લસ રાજય તરીકે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. કોંગ્રેસના શાસનમાં એટલે કે ૧૯૬૧ થી ૧૯૯૫ સુધીમાં એવરેજ સમગ્ર ગુજરાતમાં ખેડુતોને વર્ષે ૧૩૦૦૦ જેટલા કનેકશનો આપવામાં આવતા હતા. જે ભાજપ સરકારે છેલ્લા ૫ વર્ષથી લગલગાટ ૧ લાખ સુધી ખેતી વાડીના વીજ કનેકશનો આપીને ખેડુતો અને ખેતી માટેની પ્રતિ બધ્ધતા સિધ્ધ કરી બતાવી છે. ૨૦ વીઘાથી વધુ જમીન હોય તેવા સર્વે નં.માં ૧થી વધુ કનેકશનો મંજૂર કરવાની હિંમત પણ સરકારે કરી છે. ૧૯૬૦ થી ૧૯૯૫ સુધીમાં ગુજરાત રાજયમાં કુલ ૫૬૩ સબ સ્ટેશનો બનાવ્યા હતા જેની સામે ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષમાં ૧૨૨૧ નવા બસ સ્ટેશનો બનાવીને ગુણવતા યુકત વીજ પ્રવાહ મળી રહે તે માટે સ્તુત્ય કામગીરી કરી છે.

છેલ્લા ૫ વર્ષમાં ૫૦૧ સબ સ્ટેશનો બનાવ્યા છે. અને આવતા વર્ષમાં પણ ૧૦૦ નવા સબ સ્ટેશનો બનશે. આમ દરેક ક્ષેત્રમાંકોંગ્રેસના શાસન કરતા અનેક ગણા કામો આ સરકારે કરી બતાવ્યા છે.જેથી આ બાબતે કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી તેમ અંતમાં પટેલ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.