Abtak Media Google News

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર ઉપાઘ્યાયે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન વોર્ડના નવનિયુકત હોદેદારોનું કરાયું બહુમાન

 રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૧૪ની ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. આ કારોબારી બેઠક ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, શહેર ભાજપ ઉપપ્રમુખ કેતન પટેલ, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડના પ્રભારી નિલેશ જલુ, વોર્ડ પ્રમુખ અનીષ જોશી, વોર્ડ મહામંત્રી નરેન્દ્ર કુબાવત, પવન સુતરીયા, વોર્ડ ના કોર્પોરેટર કીરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, શિક્ષણ સમીતીના સભ્ય મુકેશ મહેતા, વોર્ડના પૂર્વ પ્રમુખ રાજુ ટાંકની ઉ૫સ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમા ગોવિંદભાઇ પટેલ, ડો. જૈમન ઉપાઘ્યાય જન્મ શતાબ્દિક વર્ષ તરીકે ભાજપ ઉજવી રહ્યું છે. ત્યારે તેમના અત્યોદય અને એકાત્મ માનવવાદના વિચારનો મહત્તમ ફેલાવો કરીએ અને કેન્દ્ર અને રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રાષ્ટ્રનિર્માણમાં અનન્ય ભૂમિકા ભજવીએ આ બેઠકમાં શહેર યુવા ભાજપ તેમજ શહેર આઇ.ટી. સોશ્યલ મીડીયા સેલમાં વરણી પામનાર વોર્ડના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ યુવા ભાજપ પ્રમુખ કૌશલ ધામી, મહામંત્રી કેયુર  મશરુ,  યુવા શહેર કારોબારી સભ્ય જયેશ બુસા તેમજ વોર્ડ આઇ.ટી. સોશ્યલ મીડીયા ક્ધવીનર વિપુલ માખેલા, સહ ક્ધવીનર શૈલેષ હાપલીયા, મોહિત રાણપરાનું તેઓને મળેલી નવી જવાબદારી બદલ લાખેણું બહુમાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મનુભાઇ જોબનપુત્રા, સમીર મહેતા, રઘુભાઇ બોળીયા, જીતેન હીડોચા, રાજુભાઇ સોરઠીયા, જયવીરસિંહ પરમાર, રુપેશ ચાવડા, ભગવાનજીભાઇ દતા, કુશેભાઇ દોગા, જયેશ પાઠક, ગીરીશ પોપટ સહીતના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા આ બેઠકમાં સ્વાગત પ્રવચન અનીષ જોશીએ સંચલાન તેમજ આભારવિધી નરેન્દ્ર કુબાવતે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.