Abtak Media Google News

વિધાનસભા ૨૦૧૩ની તર્જ પર ભાજપનો હાઈટેક ચૂંટણી પ્રચાર: ‘ઈલેકશન વોર ‚મ’ની રચના કરી તાલીમબધ્ધ ૧૦૦ કાર્યકરોને સોશિયલ મીડિયા પર તૈનાત કરાશે

વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ શો સજાવી લીધા છે. ભાજપનું ચૂંટણીલક્ષી માઈક્રો પ્લાનીંગ ઈ ગયું છે. જેના અનુસંધાને ચૂંટણી પહેલા મતદારોને રીજવવા માટે ભાજપ સ્માર્ટ ફોનના માધ્યમી લોકો સુધી પહોંચશે. દરેક મતદારના મોબાઈલમાં ભાજપ ચૂંટણીલક્ષી મેસેજના ઢગલા કરશે.

ભાજપ ચૂંટણી પ્રચાર માટે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરવાના મુડમાં છે. ભાજપ પ્રમુખ અમિત શાહે તાજેતરમાં જ ભાજપની સોશ્યલ મીડિયા ટીમ તા વરિષ્ઠ નેતાઓ સો આ મામલે બેઠક કરી હતી. જેમાં સોશ્યલ મીડિયા દ્વારા પ્રચારના પ્લાન અંગે તેમણે વિગત મેળવી હતી. સુત્રોના મત અનુસાર ભાજપ ટૂંક સમયમાં ‘૨૦૧૭ ઈલેકશન વોર ‚મ’ની સપના કરશે. જેમાં ૧૦૦ તાલીમબધ્ધ કાર્યકરો રાઉન્ડ ધ કલોક કામગીરી સંભાળશે અને નાનામાં નાની વિગતો કાર્યકરો સુધી પહોંચાડશે.ભાજપ પાસે ૨૧ લાખ એકટીવ સોશ્યલ મીડિયા કાર્યકરો હોવાનું કહેવાય છે. આ કાર્યકરોને પણ વોટ્સએપ સહિતના માધ્યમો દ્વારા પ્રચારની તાલીમ આપવામાં આવશે.જેનાી કાર્યકરો લોકો સો સતત સંપર્કમાં રહી શકે. વર્ષ ૨૦૧૨માં ભાજપ દ્વારા આધુનિકરણનો ભરપુર ઉપયોગ યો હતો તે સમયે ભાજપે નમો ટીવી તા ્રીડી ટેકનોલોજી આધારીત પબ્લીક રેલીઓનું આયોજન કર્યું હતું. આ વખતે પણ ભાજપ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરશે.મતદારો સુધી પહોંચવા માટે ભાજપ સ્માર્ટ ફોનને હયિાર બનાવશે. ભાજપ પાસે ૨૧ લાખી વધુ એકટીવ કાર્યકરોની ફોજ છે. જેમાં તેઓ ૪૭ હજાર બુ ઉપર કામગીરી સંભાળી રહ્યાં છે. કાર્યકરોને વોટ્સએપ એડમીનીસ્ટ્રેશન અંગેની તાલીમ આપવામાં આવશે. દરેક ગ્રુપનો એડમીન ૧૦૦ અવા ૧૦૦ી વધુ સભ્યો રાખી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.