રાજુલામાં નાયબ મામલતદારની બદલી મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં ખેંચાખેંચી

નાયબ મામલતદાર લોકોના કામ ટલ્લે ચડાવતા હોવાની રજૂઆત બીજી તરફ બદલી રોકવા ‘મહાનુભાવો’ મેદાને

રાજુલામાં તાજેતરમાં થોડા સમયથી આવેલા પુરવઠાના નાયબ મામલતદાર પ્રજાના સેવક બનવાને બદલે પ્રજા પર રોફ જમાવતા હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. રાજુલાની પ્રજા આ નાયબ મામલતદારથી ત્રાહિમામ પોકારી ગયેલ હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજુલા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ સંબંધ કામ લઈને લોકો જતા ફફડી રહ્યા હોવાનું લોકોમાંથી જાણવા મળી રહેલ છે. આ અંગેની અનેક ફરિયાદો ધારાસભ્ય, નાયબ કલેકટર, મામલતદાર અને કલેકટરને તેમજ પુરવઠા વિભાગ સુધી પહોંચેલ હોવાનું જાણવા મળેલ છે. આ નાયબ મામલતદાર લોકોના કામ કરવાને બદલે લોકોના કામ ટલ્લે કેમ ચડે તેવું વર્તન કરતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા આ નાયબ મામલતદારની બદલી કરવા રજુઆત કરેલ હોવાનું જાણવા મળેલ છે પરંતુ ભાજપના કેટલાક લોકો દ્વારા ધારાસભ્ય કોંગ્રેસના હોય અને લોકો હેરાન થાય તે માટે આ નાયબ મામલતદાર બદલી નહીં કરવા રજુઆતો કરેલ હોવાનું પણ જાણવા મળી રહેલ છે. ભાજપના આવા લોકો લોકોને હેરાન પરેશાન કરવામાં શા માટે રસ દાખવતા હશે ? તેવો વૈદ્યક સવાલ પણ લોકોમાંથી ઉઠી રહેલ છે.

Loading...