ભાજપ-કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ

76

બહુમાળી ભવન ચોક સ્થિત સરદારની પ્રતિમાને મહાનુભાવોએ કર્યા હારતોરા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મજયંતિ નિમીતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાઘ્યાય.

પૂર્વ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયા, કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરણીયા, દેવરાજભાઇ મકવાણા, પરેશભાઇ પીપળીયા, રાજુભાઇ અધેરા, રુપાબેન શીલુ, અનિતાબેન ગૌસ્વામી, અંજનાબેન મોરજરીયા, શિલ્પાબેન જાવીયા, દક્ષાબેન ભેસાણીયા, દેવુબેન જાદવ, જયાબેન ડાંગર વિગેરે દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.આ તકે મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે અખંડ ભારતનાં પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મજયંતિ નીમીતે સ્ટેચ્યુ ઓફ યુનીતી લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે સર્વ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. સરદાર પટેલનો જે શ્રેષ્ઠ ભારતનું નિર્માણમાં મહત્વનો ફાળો રહ્યો હતો. આજે તેની જન્મજયંતિ નિમિતે  રાજકોટ ખાતે રન ફોર યુનિટી નું અને‚ આયોજન કરવામાં આવ્યું છે.કમલેશ મીરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત માટે આજ સુવર્ણ દિવસ કારણ કે દેશના વડાપ્રધાન ગુજરાતમાં ઉપસ્થિત છે. ખાસ તો સરદાર વલ્લભભાઇ પટેલની ઉંચાઇને સન્માનની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાંનું આજે લોકર્પણ થવા જઇ રહ્યું

લોખંડી પુરૂષ કે જેમણે દેશનાં રજવાડાને એકત્રીત કરી ખરા અર્થમાં આઝાદીમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો. એકતા અને અખંડીતામાં સરદાર વલ્લભભાઇ પટેલનું મોટું યોગદાન છે ત્યારે નરેન્દ્રભાઇએ આ બાબતને યોગ્ય ઉંચાઇ આપી છે. ઉપરાંત બપોર પછીના સમયમાં સમગ્ર રાજકોટ એક સાથે રન ફોર યુનીટી માં દોડશે.

અરવિંદ રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરદાર પટેલની જન્મજયંતિ નીમીતે રાજકોટનાં બહુમાન ભવન ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુનું ફુલહાર કરી શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ખાસ તો સરદાર પટેલનું એક એવું સ્ટેચ્યુ બન્યું છે કે ૧૮ર મીટરની ઉંચાઇ ધરાવે છે.આજનો દિવસ ખુબ જ ગર્વ નો દિવસ છે અને લોકો ભાવભેર આ કાર્યક્રમમાં લોકો બહોળી સઁખ્યામાં ભાગ લઇ રહ્યા છે.નીતીન ભારદ્વાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૩૧ ઓકટોબર સરદાર પટેલ જયંતિ નીમીતે સમગ્ર ગુજરાત અને દેશ જેણે ભારતનું એક કર્યુ તેવા લોખંડી પુરૂષ સરદાર પટેલને પુષ્પાંજલી કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ તો સરદાર પટેલનું સ્ટેચ્યુ કે જે વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ છે જેનું લોકાપણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે ત્યારે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

મહેશ રાજપુતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે ૩૧ ઓકટોબર સરદાર પટેલની જન્મ જયંતિ છે. અને લોખંડી પુરૂષ ભારતીય રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસના તેવો પ્રમુખ હતા. તેમની પાસેથી ઘણી પ્રેરણા લઇ શકાય તે જ રીતે પૂર્વ લોખંડી મહિલા એવા ઇન્દીરા ગાંધીજીની પુણ્ય તીથી છે ત્યારે તેમને પણ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Loading...