Abtak Media Google News

ભાજપની બીજી યાદીમાં ૩૬ ઉમેદવારો, કોંગ્રેસની સાતમી યાદીમાં ૩૫

ઉમેદવારો જયારે બસપાની પ્રથમ યાદીમાં ૧૧ ઉમેદવારોના નામ જાહેર કરાયા

લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના પ્રારંભ આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિજાતી ધર્મ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં પડી ગયા છે. રાજકીય ચહલપહલના માહોલ વચ્ચે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને બસપાઓ પોતાના મૂરતીયા નકકી કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે ભાજપે તેની બીજી યાદીમાં ૩૬ ઉમેદવારો, કોંગ્રેસે તેની સાતમી યાદીમાં ૩૫ ઉમેદવારો જયારે બસપાએ તેની બીજી યાદીમાં ૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરતા જ અન્ય પક્ષો પણ પોતાના રાજકીય સમીકરણો ગોઠવીને પત્તા ખોલવા માટે તૈયારી કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અને સહયોગીઓ સાથે ગઠ્ઠબંધનની જેમ ઉમેદવારોની યાદીમાં ભાજપનો ઘોડો અત્યારે સૌથી આગળ દોડી રહ્યો છે ભાજપે ગઈકાલે પ્રસિધ્ધ કરેલી યાદી બાદ ઝડપથી લોકસભાના ઉમેદવારોની બીજી યાદીના ૩૬ નામોની જાહેરાત કરવામા આવી છે.

જેમાં આંધ્રપ્રદેશનાં ૨૩ મૂરતીયાઓનો સમાવેશ થાય છે. શુક્રવારે મોડીરાત્રે જાહેર કરવામાં આવેલી બીજા નંબરની યાદીમાં મહારાષ્ટ્રના છ અને ઓરિસ્સામા ૫ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપે ગઈકાલે મોડીરાત્રે વધુ ૩૬ નામોની યાદી જાહેર કરી હતી જેમાં પ્રથમ તબકકાના ૧૧ એપ્રીલ માટે આંધ્રપ્રદેશના ૨૩ સહિત ૩૬ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કરેલી યાદીમાં ઓરિસ્સા ભાજપ પ્રમુખ બસંત પંડા, વરિષ્ઠ નેતા સુરેશ પુજારી, ના નામો જાહેર કર્યા છે. ભાજપ પ્રથમ અને બીજા તબકકામાં ઉમેદવારોની પસંદગીનું કામ ઝડપથી આટોપવા માંગે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબીધત પાત્રાને ઓરિસ્સામાં પુરી મત વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે ભાજપે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ પણ ગઈકાલે રાત્રે વધુ ૩૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને અભિનેતા રાજબબ્બરને ફતેહપૂર સિક્રીના મુરાબાદ મતક્ષેત્રમાંથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે અગાઉ ઈમરાન, અલ્તાફગરીયાને મુરાદાબાદમાંથી ઉતારવાનું નકકી કર્યું હતુ પરંતુ રાજબબ્બરની ઉમેદવારી માટે અંતિમ નિર્ણય લેવાયું હતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીને તેલંગાણાનાં હમામમાંથી ટિકીટ આપવામા આવી છે. જયારે જમ્મુ કાશ્મીરનાં ઉધમપૂર બેઠક પરથી પૂર્વ મંત્રી કરણસિંહના પુત્ર વિક્રમ આદિત્યને ટિકીટ આપી છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે બંને પક્ષ ઉમેદવારોની પસંદગીમાં ફૂંકી ફૂંકીને એક એક ઘૂંટડો ભરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ઝંઝાવાત વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વિરોધીઓ ઉમેદવારોની પસંદગીમાં કયાંય કાચુ ન કપાય તે મુદે ગંભીર બન્યા છે.

લોકસભાની સૌથી વધારે ૮૦ બેઠકો જયાં આવેલી છે. તેવા ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રાદેશિક પક્ષ બસપાએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. સપ સાથે ગઠ્ઠબંધન કરનારા બસપા સુપ્રીમો માયાવતીએ ૧૧ બેઠકો પર પોતાના ઉમેવારોના નામ જાહેર કર્યા છે જેમાં નગીના બેઠક પર ગીરીશચંદ્રને, ગૌતમબુધ્ધનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર મહેશ શર્મા સામે સતબીર નાગરને સહારનપૂર બેઠક પર હાજી ફજલુરહેમાનને બિજનૌર બેઠક પર મલુક નાગર, અમરોહી બેઠક પર દાનીશ અલીને ટીકીટ આપવામાં આવી છે.

મેરઠ બેઠક પર હાજી મોહંમદ યાકુબ, બુલંદ શહરની અનામત બેઠક પર યોગેશ વર્મા સહિતના ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. ભાજપની પહેલી યાદીમાં ઉત્તર પ્રદેશની અનેક બેઠકો પર જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ માયાવતીએ ધર્મ, જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ત્રણેય પક્ષો દ્વારા જે ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં મોટાભાગની પ્રથમ અને બીજા તબકકામાં લોકસભાની ચૂંટણી જયાં યોજાનારી છે. તે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપનાશોટગનશત્રુઘ્ન સિંહા કોંગ્રેસનો હાથ પકડે તેવી વકી

ફિલ્મઅભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાને હવે કેસરીયા ખેસ હવે અકળાવી રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક સમયથી બેફામ નિવેદનો કરતા શત્રુઘ્નસિંહા કોંગ્રેસમાં જોડાય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં શત્રુઘ્નસિંહાને દેશવ્યાપી રાજકીય મંચ પર વધુ તકોની સંભાવના રહેશે તે પયગાસાહેબ બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર કરીતે ઝંપલાવે તેવું દેખાય રહ્યું છે.

શત્રુઘ્નસિંહા નરેન્દ્રમોદીના આલોચક્ર તરીકે ઘણા લાંબા સમયથી માધ્યમોમાં ચમકતા આવ્યા છે. ભાજપમાં લાલકૃષ્ણ અડવાણીનો ઘનિષ્ઠ ટેકેદાર તરી જાણીતા શત્રુઘ્નસિંહા લાંબા સમયથી અડવાણીની અવગણના અકળાવતી હતી. શત્રુઘ્નસિંહા ભાજપથી ઘણા લાંબા સમયથી નારાજ હોવાનો નિર્દેશો મળતા રહેતા હતા પરંતુ બે દિવસ પહેલા અડવાણીને ગાંધીનગરમાંથી ન લડાવવાના ભાજપના નિર્ણય બાદ શત્રુઘ્નસિંહ માટે ખામોશ રહેવું અશકય બન્યું હતુ ને શુક્રવારે જ તેમણે કોંગ્રેસમાં જવાનો સંકેત આપી દીધો હતો.

દેશમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં આવાગમનના દોર ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં અ્ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે વારંવાર સમીકરણો કરી રહ્યા છે. ત્યારે ઘણા સેવા નેતાઓ છે જે વંડી પર બેઠેલા તકવાદીઆેની જેમ કયાં જવું તેની મથામણમાં છે.

લાલુ ઢીલાઢફ: રાજદએ સાથીપક્ષોને રાજી રાખવા ૫૦ ટકા બેઠકો ફાળવી

દેશનારાજકારણમાં અત્યારે લોકસભા અને કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં નરેન્દ્રમોદીના ઝંઝાવાતી રાજકીય પ્રભાવના માહોલમાં કોંગ્રેસ સહિતના યુપીએનાં તમામ ઘટક દળો અત્યારે બેકફુટ પર આવીને પોતાનું અસ્તિત્વ બચાવવા અને કોઈપણ સંજોગોમાં અત્યારે ભાજપને સતામાં આવતા અટકાવવા ગંભીર બન્યું હોય તેમ રાજકારણમાં કયારેય પોતાની મનમાનીમાં બાંધછોડ ન કરનાર લાલુપ્રસાદ યાદવે જારેકે તલવાર મ્યાન કરી લીધી હોય તેમ લોકસભાની ચૂંટણીમાં આ વખતે લાલુપ્રસાદ યાદવના પક્ષ રાજદસૌથી ઓછી બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે.

બિહારમાં ભાજપ વિરોધી ગઠ્ઠબંધને તાજેતરમાં જાહેર કરેલી બેઠક વહેંચણીમાં બિહારના રાજકીય ભીષ્મ ગણાતા લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ સૌ પ્રથમવાર માંગે તેને આપી દેવાનું વલણ અપનાવીને કુલ ૪૦માંથી માત્ર ૨૦ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. અને ૯ બેઠકો કોંગ્રેસ માટે મૂકી દીધી છે.

લાલુએ કોંગ્રેસ સાથે રાજયસભાની બેઠક માટે પણ સમજૂતી સાધી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ કોઈપણ સંજોગોમાં ભાજપને ફાવવા દેવા માંગતા નથી. કયારેય કોઈ વાત ન માનનારા લાલુ આ વખતે એવો કોઈપણ પગલુ ભરવા માંગતા નથી કે જેનાથી ભાજપને લાભ થાય, બિહારમાં મુસ્લિમ, યાદવ અને દલિતના મતોના સંકલન માટે લાલુએ કોંગ્રેસ અને સહયોગીઓને પુ‚માન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.