Abtak Media Google News

મોરબી પાલિકામાં હાઇકોર્ટના હુકમને અવગણી ૧૬ કમિટી રચના:કોંગી કાઉન્સિલર મોટલાણી ૫વડીના ચેરમેન

મોરબી નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપનું સ્થિર શાસન આવતા ગઈકાલે પહેલી સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં ૧૬ સમિતિના ચેરમેન-સભ્યોની વરણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના સભ્યને મહત્વની કમિટીના ચેરમેન બનાવતા ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ જેવો ઘાટ જોવા મળ્યો હતો,જોકે છેલ્લી ઘડીએ મોરબીના ભાનુબેન નગવાડીયા હાઇકોર્ટ ના હુકમની બજાવણી કરી સમિતિઓ ની રચના ન કરવા માંગ કરી હતી પરન્તુ પાલિકાના સત્તાધીશોએ પાંચ મિનિટમાં મીટીંગ આટોપી લઈ સમિતિઓની રચના કરી નાખી હતી.

Img 20170721 Wa0067મોરબી નગર પાલિકામાં સતાની સાઠમારીમાં અત્યાર સુધી એક પણ કમિટી રચવામાં આવી ન હતી પરન્તુ હવે ભાજપ નેતૃત્વમાં સ્થિર શાસન  આવતાજ નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન કણજારીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા  દ્વારા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લઈ ગઈકાલની સાધારણ સભામાં લાયકાત ધરાવતા જાગૃત અને પ્રજાકાર્ય માટે દોડી શકે તેવા કાઉન્સિલરોને કમિટીમાં સ્થાન આપવા નક્કી કર્યું હતું.

સાધારણ સભામાં ૧૬ જેટલી કમિટી રચવામાં આવી હતી જેમાં એકઝયુકેટીવ કમિટીમાં જયરાજસિંહ જાડેજા,કંટ્રોલ કમિટીમાં પ્રફુલભાઈ આડેસરા, વોટર વર્કસમાં નાઝીયાબેન મકરાણી,પવડી કમિટીમાં ફારુકભાઈ મોટલાણી, અધર ટેક્સમાં અનિલભાઈ હડિયલ, સેનિટેસન કમિટીમાં મમતાબેન ઠાકર ને ચેરમેનપદ ની લોટરી લાગી હતી.

આ ઉપરાંત હેલ્થ કમિટી માં વાનીતાબેન ચાવડા,ગાર્ડન કમિટીમાં હીનાબા જાડેજા,રૂલ્સ અને બાયલોઝ માં કુલસુમબેન રાઠોડ,હાઉસ ટેક્સ કમિટીમાં કંચનબેન ડાભી,રોશની કમિટીમાં અરુણાબેન વડસોલા, પરચેઝ કમિટી માં દીપકભાઈ,ગેરેજ કમિટીમાં અમિતભાઇ ગામી, રમતગમત માં ગૌતમભાઈ સોલંકી,એડવાઈઝરી કમિટીમાં અરુણાબા જાડેજા અને ટાઉનપ્લાનિંગ કમિટીમાં પ્રકાશભાઈ ચબાડ ને ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સાધારણ સભા પૂર્વે ભાનુબેન નગવાડીયાએ નગરપાલિકાના સત્તાધીશોને હાઇકોર્ટ ના હુકમની બજાવણી કરી અગાઉની સમિતિ રદ ન થઇ હોય નવી સમિતિ ની રચના નહીં કરવા કાનૂની રીતે માંગ કરી હતી.

બીજીતરફ પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ આ મુદે કહ્યું હતુંકે હાઇકોર્ટના હુકમમાં આવું કઈ કહેવાયું નથી જેથી અમે સમિતિઓની રચના કરી નાખી છે.

આમ,મોરબી પાલિકામાં સમિતિની રચના સંમયે જ હાઇકોર્ટે નો હુકમ આવતા આવનાર દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.