Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના ખંભાળીયા ખાતે સરકારી વિનિયમ અને વાણિજય કોલેજમાં યુવા મતદાર સાક્ષરતા કલબ દ્વારા મતદાર જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લાષમાં અલગ અલગ પ્રકારની મતદાર જાગૃતિ સાક્ષરતા કબલની રચના કરવામાં આવેલ છે. જેમાં જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાર સાક્ષરતા કલબને દત્તક લેવામાં આવેલ છે. જે પૈકી જીલ્લાર ચુંટણી અધિકારી દ્વારા ખંભાળીયાની સરકારી કોલેજમાં નવા મતદારો માટે આ કલબ દત્તક લીધેલ છે.આ કાર્યક્રમમાં કલેકટરશ્રી જે.આર.ડોડીયાએ વિર્ધાથીઓને મતદાર જાગૃતિ અંગે સંબોધતા જણાવ્યું  કે, આપ ૧૮ વર્ષની ઉમર પુરી કર્યા બાદ મતદાન કરી શકાય અને આપનો મત કઇ વ્યકિતને આપવો તે આપણે જાતે જ નકિક કરવાનું છે.

જો તમે એક સારો વ્યકિત નકિક કરો તો સારો સમાજ બનશે જો સમાજ સારો બનશે તો રાજય સારૂ બનશે તો આપણો દેશ સારો બનશે. વિર્ધાથીઓને વધુમાં જણાવ્યું  કે આપ આપણા રાજય કે દેશના ભવિષ્ય ના મતદાર છો તો આપણે ચુંટણીમાં અવશ્ય મતદાન કરીએ. તેમજ વિર્ધાથીઓને મતદાર યાદીની વિવિધ પ્રકારની ચુંટણી અંગે તલસ્પરર્શિ માહિતી આપી હતી અને નૈતિક ફરજોની વિર્ધાથીઓને માહિતી આપી હતી. જીલ્લો કલેકટરશ્રી જે.આર.ડોડીયાએ વિર્ધાથીઓને ખોજો તો જાનું, સાપ સીડી અને લુડો જેવી ગેઇમ રમાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.