Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહેશે

કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ૧લી એપ્રિલે વિજય મુહૂર્તે ભુજમાં ઉમેદવારી ફોર્મ ભરસે…

લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયા બાદ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આગામી ૧લી એપ્રિલે કચ્છ લોકસભા બેઠકના ઉમદવાર વિનોદભાઈ ચાવડા મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ હાજરીમાં વિજય મુહૂર્તે ઉમેદવારી નોંધાવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે ભુજના એરપોર્ટ પર ઉતરાણ કરાશે. ત્યાંથી પ્રથમ નૂતન સ્વામિનારાયણ મંદિરે માથું ઝૂકાવીને કચ્છમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને આગામી લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠક પર કમળ ખીલવવા અંગે ચર્ચાઓ કરશે, તો વિરામ હોટલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સભાને સંબોધિત કરશે. આ સાથે જ ૧ર.૩૯ કલાકના વિજય મુહૂર્તે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી પણ તેમની સાથે રહીને વિજયી થવાની શુભેચ્છા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.