Abtak Media Google News

ઠેર-ઠેર પ્રચંડ જન સમર્થન: મતદારોનો ઉમળકાભેર આવકાર

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે પુરજોશમાં પ્રચાર પ્રસારની કામગીરી ચાલી રહી છે રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા નો પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં મોહનભાઈ કુંડારીયા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે વિવિધ માધ્યમો દ્વારા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા વિવિધ વિકાસ કાર્ય વિશે માહિતી આપી પ્રચાર-પ્રસાર આગળ ધપાવવામાં આવી રહ્યો છે.આજી ડેમ, ન્યારી ડેમ ભરાવા નવું બસ સ્ટેન્ડ એરપોર્ટ નિવેદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના સ્માર્ટ સિટી બનાવવા વગેરે વિકાસ કાર્યો વિશે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને મોહનભાઈ કુંડારીયાને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીનો સૂર રેલાવ્યો છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નરહરિભાઈ અમીન, અંજલીબેન રૂપાણી, દેવાંગભાઈ માકડ, કિશોરભાઈ રાઠોડ, જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાદીયા, નાગદાન ભાઈ ચાવડા,મયૂરભાઈ શાહ તથા વિવિધ સમાજના અગ્રણીઓ, મહિલા મોરચો, તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આ પ્રચાર-પ્રસારમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.