Abtak Media Google News

વફાદારોનું હવે પક્ષમાં કોઈ મહત્વ રહ્યું નથી: કાર્યકરોમાં ગણગણાટ

પોરબંદર મત વિસ્તાર માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરતા તેમાં રાજયના પૂર્વ બાંધકામ મંત્રી સ્વ.સવજીભાઈ કોરાટની સુવાસ આગળ ધપાવી રહેલા અને આ વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા જશુબેન કોરાટનું નામ કપાઈ જતા તેના સમર્થકોમાં ભારે નારાજગીનું મોજુ ફેલાઈ ગયું હતું.

ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર સહિત કેશોદ, ધોરાજી, પોરબંદર વિસ્તારમાં હજુ પણ સ્વ.સવજીભાઈ કોરાટના કામો લોકો ભુલ્યા નથી. એક સમયે રાજયમાં સતાસ્થાને ભાજપને બેસાડવામાં સ્વ.સવજી કોરાટનું મહત્વનું યોગદાન હતું. સ્વ.સવજીભાઈ કોરાટના અવસાન બાદ તેમના ધર્મપત્ની જશુબેન કોરાટે રાત-દિવસ જોયા વગર પાર્ટીના શિસ્તબઘ્ધ સૈનિક તરીકે રહી સતા અને સંગઠનમાં રહી પાર્ટીને મજબુત બનાવામાં મહત્વનું યોગદાન છે.

હાલમાં પણ પોરબંદર લોકસભા યુવા ભાજપના પ્રભારી તરીકે સ્વ.સવજીભાઈ કોરાટના પુત્ર પ્રશાંતભાઈ કોરાટ ખાસુ એવું વર્ચસ્વ ધરાવે છે ત્યારે વર્ષો સુધી પાર્ટીની સેવા કરતું કોરાટ પરિવાર ગઈકાલે પોરબંદર બેઠક ઉપર લોકસભાના ઉમેદવારમાં જશુબેન કોરાટનું નામ કપાઈ જતા જશુબેનના સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એવો ગણગણા જોવા મળ્યો હતો કે વફાદારોને હવે પાર્ટીમાં કોઈ સ્થાન ન હોવાનું રટન કરેલ હતું.

પોરબંદરમાં રાદડીયા પરિવાર કપાતાઉપલેટામાં સર્મથકોએ બેનરો લગાવ્યા

ભાજપને પોરબંદરની ભૂલ સૌરાષ્ટ્રની અન્ય બેઠક પર પણ ભોગવવી પડશેPhotogrid 1553710610794

દેશની રાજકીય પાર્ટીઓમાં સૌથી મોટી પાર્ટી ગણાતી અને સિસ્ત બધ્ધ પાર્ટીમાં જેમની ગણના થાય છે. તેવી ભારતીય જનતા પાર્ટીના ઉપલેટામાં રાદડીયા પરિવાર ને હાઈકમાન્ડ દ્વારા ટિકિટ નહિ અપાતા રાદડીયાના સમર્થકો દ્વારા ગાંધીચોક, બાવલા ચોક, શહીદ ભગત ચોક સહિત વિસ્તારોમાં રાદડીયા પરિવારને ટીકીટ નહિ તો કોઈને વોટ પણ નહિ તેવા બેનરો લાગતા શિસ્ત બધ્ધ પાર્ટીના પડે ચાંકે લીરા ઉડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.