Abtak Media Google News

લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કુલ 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે હજી 4 કલાક પહેલા જ ભાજપમાં શામેલ થનારા જયા પ્રદાને સમાજવાદી પાર્ટીના આઝમ ખાન વિરૂદ્ધ રામપુર બેઠકરથી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે તેના સિનિયર નેતા મુરલી મનોહર જોશીની ટિકીટ કાપી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી અને તેમના સાંસદ પુત્ર વરૂણ ગાંધીની બેઠકોની અદલાબદલી કરવામાં આવી છે. ભાજપની આ 10મી યાદી છે. ભાજપની આ યાદીમાં મનોજ સિન્હા, મેનકા ગાંધી, વરૂણ ગાંધી, વીરેન્દ્ર સિંહ મસ્ત, રીટા બહુગુણા જોશી સહિત 39 લોકોના નામ સામે છે. ભાજપની આ લીસ્ટમાં ઉત્તર પ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પાર્ટીએ કાનપુરથી વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપી નથી, તેમની જગ્યાએ સત્યદેવ ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં છે. તો મંગળવારે બપોરે જ ભાજપમાં જોડાયેલાં જયાપ્રદાને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે તેના ઉમેદવારોની નામોની જાહેરાતમાં ઇટાવામાં રામશંકર કથિરિયા, ફારુખાબાદમાંથી મુકેશ રાજપૂત, કાનપુરમાંથી સત્યદેવ પચુરીને ટિકિટ આપી છે. તો અલ્હાબાદની ટિકિટ રિટા બહુગુના, બારાબંકીમાંથી ઉપેન્દ્ર રાવત, મહારાજગંજમાંથી પંકજ ચૌધરી સહિતના જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.