Abtak Media Google News

Table of Contents

સંગઠન સંરચના અંતર્ગત શહેરનાં ૧૮ વોર્ડનાં પ્રમુખ અને મહામંત્રીની વરણી: પાંચ વોર્ડનાં પ્રમુખને રિપીટ કરાયા, ત્રણ મહામંત્રીને પ્રમોશન: બે પૂર્વ કોર્પોરેટરોને પ્રમુખનો તાજ, એકને મહામંત્રીની જવાબદારી

સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરનાં તમામ ૧૮ વોર્ડ માટે વોર્ડ પ્રમુખ અને મહામંત્રીનાં નામની ગઈકાલે સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ૧૮ વોર્ડનાં સૈનિકો જાહેર કરી દેવામાં આવ્યા છે. સેનાપતિ અર્થાત શહેર ભાજપ પ્રમુખનાં નામની ઘોષણા આવતા સપ્તાહે કરવામાં આવશે. ૧૮ વોર્ડ પૈકી વોર્ડ નં.૩, વોર્ડ નં.૫, વોર્ડ નં.૬, વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૪નાં વર્તમાન પ્રમુખને રીપીટ કરવામાં આવ્યા છે જયારે ત્રણ વોર્ડનાં મહામંત્રીઓને પ્રમોશન આપી પ્રમુખ બનાવાયા છે. બે પૂર્વ કોર્પોરેટરોને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો એક પૂર્વ કોર્પોરેટરને વોર્ડનાં મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ દર ત્રણ વર્ષો સંગઠન પર્વની રાષ્ટ્રીય કક્ષાએ થી લઈ બુથ સુધી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે કાર્યર્ક્તાઓને નવી જવાબદારીઓ સાથે પાર્ટીમાં કામ કરવાની નાની મોટી તક મળતી હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં સંગઠન પર્વ ચાલી રહયુ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી વધુ વટવૃક્ષ અને અને સંગઠન પર્વના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે નવા કાર્યર્ક્તાઓ અને શુભેચ્છકો જોડાય અને શુભેચ્છ ચરૈવતી ચરૈવતીના મંત્ર સાથે પાર્ટીનો કાર્યર્ક્તા બને અને નાની મોટી જવાબદારી સંભાળે તેવા આશયથી સૌપ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ શહેરમાં અંદાજે ૧,પ૦,૦૦૦ થી વધુ પ્રાથમિક સભ્યોની ઓનલાઈન સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની આગેવાની હેઠળ શહેરભરના તમામ વોર્ડમાં કુલ મળી પ હજારથી વધુ સક્રિય સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. આ સંગઠન પર્વ-ર૦૧૯માં સંગઠન પર્વના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપના ઉપપ્રમુખ વિરેન્દ્રસિહ ઝાલા, સહઈન્ચાર્જ તરીકે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ડે. મેયર ડો.દર્શીતાબેન શાહએ જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ સંગઠન સંરચના રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ તરીકે વર્ષ્ાાબેન દોશી,તેમજ સહઈન્ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટર અતુલ પંડિત અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાએ જવાબદારી સંભાળી રહયા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરના તમામ ૧૮ વોર્ડમાં ભાજપના નવનિયુક્ત પ્રમુખ, મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.૧માં ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારધ્વાજ, વોર્ડ નં.રમાં અંજલીબેન રૂપાણી, વોર્ડ નં.૩માં દેવાંગભાઈ માકંડ, વોર્ડ-૪માં અરવીંદ રૈયાણી, વોર્ડ-પમાં કિશોર રાઠોડ, વોર્ડ-૬માં અશ્ર્વીન મોલીયા, વોર્ડ-૭માં ધનસુખ ભંડેરી, વોર્ડ-૮માં કમલેશ મિરાણી, વોર્ડ-૯માં ભીખાભાઈ વસોયા, વોર્ડ-૧૦માં વર્ષ્ાાબેન દોશી, વોર્ડ-૧૧ માં લાખાભાઈ સાગઠીયા, વોર્ડ-૧રમાં ભાનુબેન બાબરીયા, વોર્ડ-૧૩માં જીતુભાઈ કોઠારી, વોર્ડ-૧૪ માં ગોવીંદભાઈ પટેલ, વોર્ડ-૧પમાં અતુલ પંડિત, વોર્ડ-૧૬માં રક્ષાબેન બોળીયા, વોર્ડ-૧૭માં ઉદય કાનગડ, વોર્ડ-૧૮ માં વિરેન્દ્રસિહ ઝાલા ઉપસ્થિત રહયા હતા. તેમજ વોર્ડમાં સંગઠન સંરચનાની પ્રક્રિયા અનુક્રમે બીપીન ગાંધી, પરેશ પંડયા, લાલભાઈ પોપટ, દીપક પનારા, સુરેશ બોઘાણી, દેવદાન કુંગશીયા, ભરત કુબાવત, જયેન્દ્ર ગોહેલ, લલીત વાડોલીયા, પ્રતાપભાઈ વોરા, પ્રવીણભાઈ મારૂ, ડો.વિજય ભટાસણા, મુકેશ પંડિત, નરસીભાઈ કાકડીયા, ગેલાભાઈ રબારી, વિપુલ માખેલા, કેતન વાછાણી અને મહેશભાઈ અઘેરાએ સંભાળી હતી.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેરના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ- મહામંત્રીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યર્ક્તાના આધારે ઉભી થયેલી પાર્ટી છે અને કાર્યર્ક્તા હંમેશા કોઈ વ્યક્તિ નહી માત્ર ને માત્ર કમળ ને લક્ષમાં રાખી દેશસેવા અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરતો રહયો છે. પાર્ટીના કાર્યર્ક્તા માટે જવાબદારી એ ગૌણ છે પરંતુ ભાજપ વટવૃક્ષ બને તેવી ભાવનાઓ સાથે કાર્ય કરતો હોય છે ત્યારે નવનિયુક્ત વોર્ડના હોદેદારોને શીખ આપતા જણાવ્યું હતું કે ભાજપમાં પદ નહી પરંતુ કાર્યર્ક્તા જવાબદારી સંભાળતો હોય છે, ત્યારે આગામી ચૂંટણીમાં નવનિયુક્ત હોદેદારો ખંભે ખંભા મીલાવી શહેરને ફરી ભાજપનો ગઢ સાબીત કરશે અને સૌનો સાથ, સૌના વિકાસ ના મંત્રને સાર્થક કરશે.

૧૮ વોર્ડના નવનિયુક્ત ભાજપ પ્રમુખની નામાવલી

વોર્ડપ્રમુખમહામંત્રીમહામંત્રી
હિતેશ મારુકાનાભાઈ ખાણધરજયરાજસિહ જાડેજા
અતુલ પંડિતદશરથભાઈ વાળાભાવેશ ટોયટા
હેમુભાઈ પરમારરાજુ દરીયાનાણીહીતેશ રાવલ
સી.ટી. પટેલદીનેશ ચૌહાણકાનાભાઈ ઉધેરેજા
દિલીપ લુણાગરીયામુકેશ ધનસોતદીનેશ ડાંગર
ઘનશ્યામ કુંગશીયાદુષ્યંત સંપટવીરમભાઈ રબારી
રમેશ દોમડીયાઅનીલ લીંબડનીખીલ મહેતા
અશ્ર્વીન પાંભરકાથડભાઈ ડાંગરતેજશ જોષી
પ્રદિપ નિર્મળહીરેન સાપરીયાવિરેન્દ્ર ભટૃ
૧૦રજનીભાઈ ગોલહરેશ કાનાણીપરેશ તન્ના
૧૧સંજય પીપળીયાહરસુખભાઈ માકડીયાસંજય બોરીચા
૧રરસિકભાઈ કાવઠીયામનસુખભાઈ વેકરીયાદશરથસિંહ જાડેજા
૧૩વિજય ટોળીયાકેતન વાછાણીધીરૂભાઈ તળાવીયા
૧૪અનીષા જોષીનરેન્દ્ર કુબાવતવિપુલ માખેલા
૧૫સોમભાઈ ભાલીયામહેશ બથવારરત્નાભાઈ મોરી
૧૬ભાર્ગવ મિયાત્રાજીતુભાઈ સીસોદીયાજતીન પટેલ
૧૭જયંતીભાઈ નોંધણવદરાયોગેશ ભટૃજગદીશભાઈ વાઘેલા
૧૮સંજયસિહ રાણાહિતેશ ઢોલરીયારવીભાઈ હમીપરા

તમામ કાર્યકર્તાઓએ વરણીને વધાવતા નીતિન ભારદ્વાજ

આજે સમગ્ર રાજકોટમાં ૧૮ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની વોર્ડ પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત વોર્ડ નં.૧ માં હીતેષભાઇ મારુ પ્રમુખ તરીકે પક્ષે પસંદ કરેલ છે. તથા કાનાભાઇ અને જયરાજસિંહ જાડેજા મહામંત્રીની નિમણુંક કરેલ છે. વોર્ડ નં.૧ ના તમામ કાર્યકર્તાઓએ એક જુથ થઇ ને વધાવ્યો છે. આ ભાજપની પરંપરા તથા વ્યવસ્થા છે જેને પૂર્ણ કરવામાં આવી છે.

જવબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું: સોમાભાઇ ભાલીયા

વોર્ડ નં.૧પ ના પ્રમુખ સોમાભાઇ ભાલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા તેવોને જે જવાબદારી આપવામાં આવે છે તે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે. અને સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને યર્થાથ કરશે.

‘સૌનો સાથ સૌનો વિકાસ’ સુત્રને ચરિતાર્થ કરીશું: ભાર્ગવભાઇ મિયાત્રા

વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા તેમની વરણી પ્રમુખ તરીકે થઇ છે. તો આ વિશ્ર્વાસને તેવો યથાર્થ કરી વિકાસના કાર્યો કરશે. વિષેશ ઉમેર્યુ કે ટીમને સાથે રાખી કાર્યો કરવામાં આવશે અને સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને ચરિતાર્થ કરવામાં આવશે.

વિકાસના પંથે આગળ વધવા પ્રયાસો કરાશે: સંજયસિંહ રાણા

વોર્ડ નં.૧૮ પ્રમુખ સંજયસિંહ રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપે તેવો ને જે જવાબદારી આપી છે તો આ જવાબદારીને ટીમ સાથે મળી નિભાવશે અને વિકાસના પંથે આગળ વધવા પ્રયાસો કરાશે.

અમારી ટીમ ખભે ખભો મિલાવી કામ કરશે: અનિષ જોષી

વોર્ડ નં.૧૪ ના પ્રમુખ અનિષ  જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્ટીએ વિશ્ર્વાસ કરીને તેમની વરણી કરી છે. તો પાર્ટીના વિશ્ર્વાસને તેવો ચરિતાર્થ કરશે. આ ઉપરાંત તેમની ટીમ પણ ખભે ખભો મીલાવી કામ કરશે. આ ઉપરાંત નવી ઉંચાઇ અને શીખરો સર કરવાનો પણ દાવો કર્યો.

હુ સૌને સાથે રાખી જવાબદારી  નિભાવીશ: હિતેષ મારૂ

ભાજપ પક્ષે મને ત્રણ વર્ષ માટે જવાબદારી સોંપી છે. આવનારા સમયમાં બુથ લેવલથી લઇને પક્ષ મજબુત કરવા સુધીના તમામ કામ હું સૌને સાથે રાખીશ જવાબદારી નીભાવીશ અમારો વોર્ડમાં પપ બુથ છે તેના પર ખાસ ઘ્યાન આપશું.

પક્ષને વધુ સારા પરિણામો આપવા પ્રયત્નો કરીશું: અતુલ પંડીત

ભાજપ પક્ષે મને પ્રમુખની જવાબદારી સોંપી છે. તો આવનારા સમયમાં અમારા પૂર્વ સાથીઓ તથા કોર્પોરેટરો જે સુદઢ સંગઠનની રચના કરેલી છે.

તેને વધારે મજબુત બનાવીશું વોર્ડ નં.ર ની ટીમ બધી રીતે સક્ષમ છે. સાથે અમારા કોર્પોરેટર પણ ખુબ સક્રિય છે. માટે સંગઠન ને આગળ લઇ જવામાં કોઇ તકલીફ પડશે નહીં અને પક્ષને અમે વધુ સારા પરિણામ આપી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.