Abtak Media Google News

પ્રોટોકોલ મુજબ નામ ન બોલવામાં અને વ્યવસ્થાના અભાવે ડખ્ખા

અમરાઇવાડીમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પ્રમુખ જીતુ વાઘાણીએ સંકલનના મુદ્દે શહેર પ્રમુખ જગદીશ પંચાલનો ઉધડો લીધો હતો એટલે એમણે કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કોર્પોરેટરો, કાર્યકરોના મુદ્દે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ખખડાવ્યા હતા. જ્યારે યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ભાઇપુરા વોર્ડના યુવા મોરચાના કાર્યકરો પર પોતાનો રોષ ઉતાર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-૧૭ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. આ નિમિત્તે ભાજપ યુવા મોરચાએ ૯થી ૧૬ દરમિયાન રાજ્યના ૫૮૬ મંડલમાં સ્વચ્છતા અભિયાન યોજવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે રવિવારે અમરાઇવાડી વિસ્તારમાં યુવા મોરચાએ યોજેલા કાર્યક્રમ માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ ઉપસ્તિ રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ આવ્યા હોવાથી શહેર પ્રમુખ જગદીશ પંચાલ ઉપસ્તિ રહ્યા હતા. જોકે, કાર્યક્રમમાં સનિક ધારાસભ્ય હસમુખ પટેલ સિવાય કોર્પોરેટરો અને તેમના કાર્યકરો સહિત જનરલ બોડીના સભ્યો કોઇ ઉપસ્તિ ન હતું.

યુવા કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો ત્યારે જ સ્ટેજ પર ડો.ઋત્વિજ પટેલે પોતાનો મિજાજ બતાવ્યો હતો. યુવા મોરચાના ઉપપ્રમુખ કરણ ભટ્ટે પ્રોટોકોલ પ્રમાણે મહાનુભાવોના નામો ઉચ્ચાર્યા તેમાં ડો. પટેલનું નામ ત્રીજા ક્રમે આવતા તેમણે સ્ટેજ પરી જ કોમેન્ટ કરી કે બોલતા આવડે એવા કાર્યકરોને સ્ટેજની જવાબદારી સોંપવી જોઇએ.!

સ્ટેજ પરી સંબોધનો પૂરાં તાં સૌએ સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ કરી કચરો એકત્રિત કર્યો હતો. પણ આ એકત્રિત કચરો નાખવા માટેના કોઇ સાધનો ત્યાં ઉપલબ્ધ ન હતા. આથી પ્રમુખ વાઘાણીએ શહેર પ્રમુખ જગદીશ પંચાલને ઠપકો આપ્યો કે, બે દિવસી કાર્યક્રમ નક્કી હતો છતાં આવી સ્થિતિ કેવી રીતે હોય !. ક્યાં છે તમારા કોર્પોરેશનના કોર્પોરેટરો દેખાયા નથી. જનરલ બોડીના કોઇ કાર્યકરો કેમ દેખાતા નથી. આથી પંચાલે અમરાઇવાડી ધારાસભ્ય હસમુખ પટેલને બોલાવી પ્રમુખની હાજરીમાં જ ઠપકો આપ્યો હતો. શાબ્દીક ટપાટપી ભારે ઉગ્ર થઇ ગઇ હતી અને બન્ને એક તબક્કે તૂ તારી… પર ઉતરી આવ્યા હોવાનું આ ઘટનાના સાક્ષી એક કાર્યકરે અનામી રહેવાની શરતે જણાવ્યું હતું. આ સંદર્ભે તપાસ કરતાં જાણવા મળ્યું કે, સનિક બોડીમાં કોર્પોરેટરો, ધારાસભ્ય દ્વારા શહેર પ્રમુખને કોઇ કાર્યક્રમ સંદર્ભે બોલાવાય છે ત્યારે તેઓ આવવાનો ઇન્કાર કરી દેતા હોય છે. ત્યારે યુવા મોરચાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત બધા આવ્યા છે. એટલે આજે કોર્પોરેટરો, સનિક જનરલ બોર્ડના કાર્યકરોએ હાજર રહેવાનું ટાળ્યું હતું. બીજી તરફ સ્ટેજ પર ભજવાયેલી ઘટનાથી ડો.ઋત્વિજ પટેલે પણ પારો ગુમાવ્યો હતો અને સનિક કાર્યકરો પર રોષ ઠાલવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.