Abtak Media Google News

રાજ્યસભાની ચૂંટણીમાં 6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ એક-એક મત માટે મરણીયા પ્રયાસ કરી રહીં છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કારંજ તાલુકા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ધારશીભાઈ ખાનરપુરા એકડો બગડો ઘૂંટવામાં તકલીફ પડતા સહાયકની મદદની માંગણી કરતા બીજેપીએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

કારંજ બેઠકના ધારશીભાઈ લાખાભાઈ ખાનરપુરાને ખભાની સાઈડમાં ફેકચર થતા તેમણે સહાયક માટે મદદ માંગી હતી. સહાયકની માંગણી ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવી પડે એમ કહીં ધારશીભાઈની આ માંગણીનો વિરોધ કર્યો હતો. જો કે, બાદમાં તેમણે ખુદે મતદાન કર્યું હતું. પરંતુ બીજેપી ધારશીભાઈના મતને ગેરલાયક ઠેરાવવા પ્રયત્ન કરી રહીં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.