Abtak Media Google News

૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : બિઝનેસ કિવઝ અને નુકકડ નાટક જેવી સ્પર્ધાનું આયોજન

આર.કે. યુનિવર્સિટી સીટી કેમ્પસ અને મેઇન કેમ્પસમાં બીઝ વિસ્ટા-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર પ્રકારની કોમ્પિટીશન વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. આર.કે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓએ અલગ પ્લેટ ફોર્મ આપવામાં આવ્યું સાથે જ્ઞાન સાથે ગમત થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

Screenshot 3 6

ડો. ચિંતન રાજાણી (હેડ સ્કુલ ઓફ મેનેજમેન્ટ આર.કે. યુનિવર્સિટી) એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે મને ખુબ જ ગર્વ છે કે આર.કે. યુનિવસિટીના સ્કુલ ઓફ મેનેજમેન્ટના નેજા હેઠળ બીઝવીસ્ટ કાર્યક્રમ દર વખતે કરીએ છીએ. આ વખતે નવીન કરવામાં આવ્યું છે. આપણા બન્ને કેમ્પસમાં બીઝવિસ્ટા-૨૦નું સાથે આયોજન કરવામાં આવ્યું છે. સીટી કેમ્પસની વાત કરું તો અહિ ચાર કોમ્પીટીશન રાખેલી છે. જેમાં બીઝનેશ કવીઝ, નુકકડ નાટક અને મેઇન આર.જે. વાર છે. સાથે ત્રણ વર્કશોપ પણ રાખવામાં આવ્યા છે. જેમાં મે ભિ આર.જે. જે વિદ્યાર્થીઓને કયાંક ક્રિએટીવ કરવું હોય અને પોતાનો અલગ વ્યવસાય કરી શકે. તે હેતુથી જ્ઞાન સાથે ગમત વાળુ અમે આ બિઝ વિસ્ટા-૨૦૨૦ નું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં બન્ને કેમ્પસમાં પ૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓને નવું પ્લેટ ફોર્મ મળી રહે એ અમારો હેતું છે.

Vlcsnap 2020 02 17 11H39M19S179

આર.જે. આકાશ એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આર.કે. યુનિવસિટી બીઝ વિસ્ટા-૨૦૨૦નું આયોજન કરેલું છે. અને વર્કશોપ રાખવામાં આવ્યો છે. મેભી આર.જે. જેમાં આર.જે. બનવું હોય તો શું કરવું કઇ દિશામાં કામ કરવું જોઇએ તે માટે રેડ એફ.એમ. ની ટીમએ અહિ હાજરી આપી છે. સોશ્યલ મીડીયામાં કઇ રીતે આગળ વધી શકાય. આવા પ્લેટફોર્મ પર જવા માટે ઘણા યુવાઓ ઉત્સાહી થયા છે તેને યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમે આ વર્કશોપ કરવામાં આવ્યું છે. અત્યારે ડીજિટલ પ્લેટફોર્મ ખુબ આગળ વધી રહ્યું છે. તો આમાં તમે વ્યવસાય તરીકે લઇ શકો છો. તમારે કઇક ક્રિએટીવ કરવું હોય તો આ પ્લેટફોર્મ તમારા માટે છે. તેમજ આર.જે. માટે પણ હવે એક  જ સિટી સિમીત નથી. અને હવે ડિજિટલ માઘ્યમથી વધુ આગળ સફળતા મેળવી શકો છો.

આર.જે. ઇશિતા એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે આર.કે. યુનિવર્સિટીનું જે અલગ જ પ્લેટ ફોર્મ વિદ્યાર્થીનીઓને આપી રહી છે. તે ખુબ જ સહાયનીય છે. ત્યારે આર.જે. બનવા માટે શું કરવું કઇ દિશામાં કામ કરવું તે માટે આર.કે. યુનિવસીટી દ્વારા મે ભી આર.જે. વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રેડીયો ને સમજી શકે જાણી શકે તેવા હેતુથી અમે અહિ આવ્યા છે. આર.જે. વોર માંથી જે વિદ્યાર્થીને પસંદ કરવામાં આવશે તેને રેડ એફ.એમ. દ્વારા ઇન્ટરશીપ પણ આપવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીની પોતાની ક્રિએટીવીટી થી પોતાના શોખને વ્યવસાયમાં બદલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.