Abtak Media Google News

લીમડો સ્વાદે તો કડવો હોય જ છે પરંતુ તેના ગુણ મિઠા અને લાભદાયક હોય છે ખાસ કરીને આપણાં લીમડાના ફુલ એટલે કે કરમરીયા ખાવાની સલાહ આપતા હોય છે જો કે તે ખૂબ જ કડવાશને લીધે ભાવતા નથી પરંતુ સાઉથ ઇન્ડિયન રસોઇમાં તેનો ચોક્કસથી ઉપયોગ થાય છે. સાઉથની રસોઇ ઉગાડી પછાડીમાં સ્વીટ ટેન્ગી અને થોડો બિટર એટલે કડવો સ્વાદ હોય છે. જેના માટે લીમડાનાં કરમરીયાનો ઉપયોગ લેવામાં આવે છે.સાઉથનાં ઘણાં ઘરોમાં તેનો કાયમી વપરાશ કરવામાં આવે છે. લીમડાના ફુલ તમારા શરીરની સિસ્ટમને શુધ્ધ કરે છે તેમજ ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

લીમડાના ફુલની ચટણી :

લીમડાના કરમરીયાનો એક સૌથી સારો વિકલ્પ છે. તેની ચટણીને તમે ગરમ ભાત અને ઘી સાથે ઢોસા પણ ખાઇ શકો છો. તો નોંધી લો જટપટ તેની રીત….

સામગ્રી :

લીમડાના સુકાયેલા ફુલ ૧/૨ કપ

અળદની દાળ ૧/૪ કપ

લાલ મરચા ૮ થી ૧૦ નંગ

આમલીના કાતરા

ગોળ ૧/૮ કપ

હિંગ બે ચપટી

ઘી ૧ ટે સ્પુન

રીત :

અળદની દાળને ઘીમાં શેકો. તેને સોનેરી થવા દો. ત્યાર બાદ એક પેનમાં કડવા ફુલ નાખી થોડા ક્રિસ્પી થવા દો હિંગ અને બીજા મસાલા ઉમેરી તેમાં અળદની દાળ પણ નાંખો. તેને હલાવતા રહેવું અને થોડુ પાણી ઉમેરવું, ચટણી તૈયાર છે.

 નીમ રસમ

સામગ્રી :

– બાફેલી તુવેર દાળ

– ૧/૪ કપ લીમડાના ફુલ

– આંબલીનું પાણી

– એક ચપટી હિંગ

– ૩/૪ ચમચી ઘી

– ૧ ટે સ્પુન મરીનો ભુક્કો

– સુકેલા લાલ મરચા

– ૧/૪ ટે સ્પુન રાઇ (વઘાર માટે)

– મીઠા લીમડાના પાંદડા

– નમક

રીત :

લીમડાના ફુલને સોનેરી ન થાય ત્યાં સુધી ઘીમાં શેકો. બીજા એક બાઉલમાં આંબલીના પાણીને ઉકાળો લીમડાના ફુલ વાળા પેનમાં દાળ, વાણી અને નમક નાંખો થોડીવાર ચડી જાય બાદમાં તેમાં મરીનો ભુક્કો, મીઠું ઉમેરો, હવે બીજા એક પેનમાં લાલ મરચા, રાય, હિંગ અને મિઠા લિમડાનાં પાન નાખી વઘાર કરો. તેને દાળ અને પાણી વાળા મિક્ષણમાં ઉમેરો. બધુ થોડી વખત ઉકળવા દો બાદમાં તેને તમે સુપની જેમ પણ ખાઇ શકો છો અને તેમાં ભાત પણ ખાઇ શકો છો.

લીમડાનું ફુલનું કુઝામ્બું

સામગ્રી :

થોડી નાની ડુંગણીઓ

૪ આદુ

૧/૪ ટી સ્પુન હળદર

૧ ટી સ્પુન લાલ મરચુ

૧ ટી સ્પુન ઘાણાંજીરું

આંબલીનું પાણી

૩૫૦ એમએલ સાદુ પાણી

નમક સ્વાદાનુસાર

૧ સમારેલુ ટામેટુ

૧ ટી સ્પુન જીરુ

૧/૨ ટી સ્પુન રાયના દાણાં

૧/૪ ટી સ્પુન અળદની દાળ

મેથી દાણાં

રીત :

એક નાની સમારેલી ડુંગળીને પેનમાં સાંતળો. તેમાં સમારેલા ટામેટા ઉમેરો હવે તેમાં લાલ મરચુ પાવડર, નમક, ઘાણાજીરું, આદુ, હળદર નાખી ૧૦ મિનિટ ચડવા દો. હવે તેમાં આંબલીનું પાણી નાખો.

હવે એક અલગ પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ જીરુ, રાઇ, અળદ દાળ અને મિઠા લિમડાના પાંદ અને કડવા લીમડાના ફુલ નાખો હવે તેમાં આપણે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને ચડવા દો તૈયાર છે તમારુ નીમ ફ્લાવર કઝામ્બુ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.