Abtak Media Google News

બીટકોનનો આર્થિક આતંકવાદ માટે ઉપયોગ થઈ શકે: સરકાર સતર્ક

બીટકોન કાળાનાણાની હેરાફેરી અને આતંકવાદનું નવું હથીયાર છે. પરંતુ કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ છે. એટલે હવે કાળા નાણા એટલે કે બ્લેકમની અને ‘આર્થિક આતંકવાદ’ માટે બીટકોનનો ઉપયોગ નહીં થઈ શકે.

સંસદીય સમિતિએ કેન્દ્રીય નાણાં મંત્રાલય સમક્ષ બીટકોન મામલે લાલ બત્તી ધરી હતી. સંસદીય સમિતિના સભ્ય ભાજપના કિરીટ સોમૈયાએ બીટકોનને લીગલાઈઝ કરવા અંગે શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવ્યા હતા તેમણે પેનલ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતુ અને જણાવ્યું હતુ કે બીટકોનનો કાળાનાણાનું સરકયુલેશન કરવા માટે અને આર્થિક આતંકવાદ માટે નવુ હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે.

સંસદીય સમિતિના તૃણમુલ કોંગ્રેસના સભ્ય દિનેશ ત્રિવેદીએ પણ બીટકોનની કાયદેસરતા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય, તૃણમુલ કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષી સાંસદોએ સાઈબર સિકયુરીટી અંગે સવાલો ઉઠાવ્યા હતા જેમાં તૃણમુલના દિનેશ ત્રિવેદી ઉપરાંત આરજેડીના સાંસદ ભતુહરિ મહતાબ પણ સામેલ છે.

કેન્દ્ર સરકાર ડિજિટલ ઈકોનોમી લાવવા માગે છે. એટલે કે આર્થિક વ્યવહારો મહદ અંશે કેશલેશ કરવા કરવા માગે છે. આ મુદે તૃણમુલ કોંગ્રેસ, બીજેડી, આરજેડી, સપા, બસપા અને એનસીપીના સાંસદોએ સવાલ ઉઠાવ્યા હતા કે શું કેન્દ્ર સરકારનો પ્લાન સાઈબર સિકયુરીટીથી ફૂલપ્રુફ છે. સરકાર આની જવાબદારી લેવા તૈયાર છે ? ખાસ કરીને વર્તમાન સમયમાં છાશવારે એટીએમ સહિત બેકીંગ સીસ્ટમ હેકરો હેક કરી રહ્યા છે. ત્યારે કેશલેશ ટ્રાન્જેકશનમાં લોકોના નાણાંની સલામતી કેટલી? તેવા તાતા તીર જેવા સવાલો ઉઠાવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.