Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓએ અટલજીને જન્મદિનની શુભકામના પાઠવી

સર્વકાલીન નેતા અટલ બિહારી બાજપાઈનો આજે તારીખ ૨૫મી ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ એક આદર્શ રાજકીય નેતાના ‚પમાં દેશ-વિદેશમાં જાણીતા છે. વકતા તરીકે પણ અટલજી બેજોડ છે. તેઓ કવિ પણ છે તેમણે લખેલી કવિતાઓ પુસ્તકો ‚પે પણ પ્રકાશિત થઈ છે.

તેમનો જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમના જન્મદિવસને સરકાર દ્વારા “ગૂડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

તેઓ ભારતના વડાપ્રધાન પદે ૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮માં ૧૩ માસ અને ૧૯૯૯થી ૬ વર્ષ સુધી રહ્યાં હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી સહિતના બીજેપી અને સંઘના વરીષ્ઠ નેતાઓએ તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી અને તેમની દીધાર્યુ માટે પ્રાર્થના કરી હતી.

તેઓ સંસદમાં પ્રથમવાર ૧૯૬૨માં ગયા હતા. મતલબ કે સંસદ સભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો. તેમને ૨૦૧૫માં દેશનો સર્વોચ્ચ સિવિલિયન એવોર્ડ “ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. એક સમયે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અટલજી સભાઓ ગજવતા અને તેમને સાંભળવા લોકો ઉમટી પડતા હતા. તેમણે આદર્શ નેતાની વ્યાખ્યા પૂરી પાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.