Abtak Media Google News

19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફોર્ડ સોમરવીલ કોલેજ જેવી પ્રતિષ્ઠીત કોલજોમાં અભ્યાસ કર્યો હતો. વિશ્વભારતી અનેક યુનિવર્સિટીએ તેમને ઓનરરી પદવીથી નવાજ્યા હતા. પ્રતિભાવંત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇન્દિરા ગાંધીને કોલંબિયા યુનિવર્સિટી તરફથી પણ સિટેશન ઓફ ડિસ્ટન્કશન પ્રાપ્ત થયું હતું. સ્વાધીનતા સંગ્રામમાં તેમણે સક્રીયપણે ભાગ લીધો હતો. બાળપણમાં જ 1930માં બાળ ચરખાસંઘની સ્થાપના કરવા ઉપરાંત અસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા ‘વાનર સેના’ની રચના કરી હતી. 1942માં તેમને જેલની સજા થઇ હતી અને 1947માં ગાંધીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં રમખાણના અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કર્યું હતું.

26 માર્ચ, 1942માં તેમણે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો થયાં હતા. 1955માં શ્રીમતી ગાંધી કોગ્રેસ કારોબારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા હતા. 1958માં તેઓ કોંગ્રેસના મધ્યસ્થ સંસદિય બોર્ડના સભ્યપદે નિમણૂક પામ્યા હતા. 1956માં તેઓ એ.આઇ.સી.સીની રાષ્ટ્રીય અખંડિતતા પરિષદના અધ્યક્ષ અને અખિલ ભારત યુવા કોંગ્રેસના પણ અધ્યક્ષ બની રહ્યા હતા. 1959માં ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી એ પદ પર 1960 સુધી સેવા આપી હતી. તે પછી 1978થી ફરી એ પદ પર સેવા આપી હતી.

1 511964થી 1966 દરમિયાન તેમણે માહિતી અને પ્રસારણમંત્રી પદ સંભાળ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 દરમિયાન દેશનું સર્વોચ્ચ પદ એવુ પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું. તે દરમિયાન જ સપ્ટેમ્બર, 1967થી માર્ચ 1977 દરમિયાન પરમાણું ઉર્જામંત્રી પદ પણ સંભાળ્યું હતું. પાંચ સપ્ટેમ્બર 1967થી 14 ફેબ્રુઆરી, 1969 દરમિયાન તેમણે વિદેશ મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. જૂન 1970થી નવેમ્બર 1973 દરમિયાન તેમણે અંતરિક્ષ મંત્રીપદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી 1980થી તેમણે આયોજનપંચનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. 14 જાન્યુઆરી, 1980થી તેમણે પ્રધાનમંત્રી પદ ફરીથી સંભાળ્યું હતું.

શ્રીમતી ઇન્દિરા ગાંધી કમલા નહેરુ મેમોરિયલ હોસ્પિટલ, ગાંધી સ્મારક નિધી અને કસ્તુરબા ગાંઘી સ્મારક ટ્રસ્ટ સહિતના સંગઠનો અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે સ્વરાજ ભવન ટ્રસ્ટનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. તેઓ 1955માં બાળ સહયોગ, બાળભવન બોર્ડ અને રાષ્ટ્રીય બાળ મ્યુઝિયમ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. શ્રીમતી ગાંધીએ અલ્હાબાદમાં કમલા નહેરુ વિદ્યાલયની સ્થાપના કરી હતી. તેઓ 1966-77 દરમિયાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ઉત્તર-પૂર્વ યુનિવર્સિટી જેવા મોટી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટી કોર્ટ, યુનેસ્કો ખાતેના ભારતીય પ્રતિનિધીમંડળ (1960-64)ના સભ્યપદે પણ સેવા આપી હતી. તેમણે 1960-64 દરમિયાન એક્ઝિક્યુટીવ બોર્ડ ઓફ યુનેસ્કો અને 1962માં રાષ્ટ્રીય અધ્યક્ષ પરિષદના સભ્યપદે પણ સેવા આપી હતી. તેઓ સંગીત નાટક અકાદમી, રાષ્ટ્રીય એકતા પરિષદ, હિમાલયન પર્વતારોહણ સંસ્થા, દક્ષિણ ભારત હિન્દી પ્રચારસભા, નહેરુ સ્મારક મ્યુઝિયમ, લાયબ્રેરી સોસાયટી અને જવાહરલાલ નહેરુ સ્મારક ભંડોળ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.

2 48ઓગસ્ટ 1964માં રાજ્યસભાના સભ્યપદે ચૂંટાઇ આવ્યા પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ફેબ્રુઆરીએ 1967 સુધી રાજ્યસભામાં સેવા આપી હતી. તેઓ ચોથી, પાંચમી અન છઠ્ઠી લોકસભા દરમિયાન લોકસભાના સભ્ય હતા. સાતમી લોકસભામાં તેઓ જાન્યુઆરી 1980માં રાયબરેલી (ઉત્તર પ્રદેશ) અને મેડક (આંધ્ર પ્રદેશ)ની બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા. તેમણે રાયબરેલી બેઠક ખાલી કરીને મેડક બેઠક જાળવી રાખી હતી. તેઓ 1967-77 અને ફરી જાન્યુઆરી 1980માં કોંગ્રેસ સંસદીય પાર્ટીના નેતાપદે પસંદ થયાં હતા.

તેઓ અનેક વિષયમાં રૂચિ ધરાવતા રહ્યા હતા. વિવિધ પ્રક્રિયાના જીવનની ગૂંથણીનો ભાગ જ ગણતા હતા. પ્રવૃતિ અને રૂચિને છૂટા ન પાડી શકાય તેવું તેમનું દ્રઢપણે માનવું હતું.તેમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી. 1972માં તેમને ભારત રત્ન તેમજ બાંગ્લાદેશની મુક્તિ બદલ મેક્સિકન એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1973માં દ્વિતીય વાર્ષિક મેડલ એફ.એ.ઓ તેમજ 1976માં નાગરી પ્રચારિણી સભ્ય દ્વારા સાહિત્ય વાચસ્પતિ (હિન્દી) પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 1953માં તેમને અમેરિકાના મધર્સ એવોર્ડ, રાજદ્વારી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ઇટાલીના ઇસાબેલા ડી એસ્ટે તેમજ યુલે યુનિવર્સિટીના હોવલેન્ડ મેમોરિયલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. એક ફ્રેન્ચ સંસ્થા દ્વારા થતાં રહેલા સર્વેક્ષણ મુજબ 1967 અને 1968માં એમ સતત બે વર્ષ સુધી તેઓ ફ્રાન્સમાં સૌથી વધુ પ્રશંસાપાત્ર નારી તરીકે લોકપ્રિય રહ્યા હતા. 1971માં હેલેપ દ્વારા અમેરિકામાં થેયલા એક ખાસ સર્વેક્ષણ મુજબ તેઓ વિશ્વમાં સૌથી વધુ પ્રશંસાપાત્ર વ્યક્તિ જાહેર થયાં હતા. પશુ સરંક્ષણ મોરચે નિભાવેલી કામગીરી બદલ 1971માં તેમને આર્જેન્ટિનાની સોસાયટીએ ડિપ્લોમાં ઓફ ઓનરથી નવાજ્યા હતા.

Indira Gandhi 31102013તેમના જાણીતા પ્રકાશનોમાં ‘ધ યર ઓફ ચેલેન્જ’ (1966-72), ‘ ધ યર ઓફ એન્ડેવર’ (1969-72), ‘ઇન્ડિયા’ (લંડન) (1975) તેમજ 1979માં પ્રકાશિત ‘ઇન્ડે (લેસાને)’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમના અનેક વક્તવ્ય અને લેખનનું પ્રકાશન થયું હતું. તેમણે ભારત અને વિદેશોમાં વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. તેમણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની પણ મુલાકાત લીધી હતી.

તેમણે ફ્રાન્સ, જર્મન ડેમોક્રેટિક રિપબ્લિકન, ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની, ગુઆના, હંગેરી,ઇરાન, ઇરાક અન ઇટાલી સહિતના દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે અલ્જિરીયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કેનેડા, ચિલી, ચેકોસ્લોવેકિયા, બોલિવિયા અને ઇજિપ્તની પણ મુલાકાત લીધી હતી. તેમણે ઇન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ, મેક્સિકો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, યુ.એસ.એસ.આર, બ્રિટન અને અમેરિકા સહિતના સંખ્યાબંધ યુરોપીય, અમેરિકા અને એશિયન દેશોની મુલાકાત લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્યમથકે પણ તેમણે પોતાની ઉપસ્થિતિની નોંધ લેવડાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.