ભારતીય ફિલ્મોમાં પ્રથમ મહિલા સુપર સ્ટાર એકટ્રેસ શ્રીદેવીની આજે જન્મજયંતી

348

બોલિવૂડની સુંદર અને ટેલેન્ટેડ એવરગ્રીન એકટ્રેસ શ્રીદેવી ભલે આ દુનિયામાં ન હોય પણ આજે પણ તેમની યાદો જીવંત છે. તે સૌના દિલમાં અલગ જ છાપ મૂકી ગયા છે. આજે 13 ઓગસ્ટે શ્રીદેવીનો 55મો જન્મદિવસ છે. દુબઈની મુલાકાત દરમિયાન તેઓને હાર્ટએટેક આવ્યો અને 54 વર્ષની નાની વયે બોલિવૂડને અલવિદા કહી ગયા હતા.

આજે જાણીએ  દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી વિશેની કેટલીક ખાસ વાતો.  શ્રીદેવી 1985 થી 1992 દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી હિન્દી અભિનેત્રી હતી.  બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા હોલિવૂડની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’માં ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. શ્રીદેવીએ એમની ફિલ્મી કારકિર્દી તેઓ જ્યારે ચાર વર્ષનાં જ હતા ત્યારે શરૂ કરી હતી. એક તામિલ ફિલ્મમાં એ બાળકલાકાર તરીકે ચમક્યાં હતાં. બાદમાં એમણે મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષાની પણ ફિલ્મો કરી હતી. 1978માં ‘સોલવા સાવન’ એમની પહેલી હિન્દી ફિલ્મ હતી. ચાર દાયકાની કારકિર્દી દરમિયાન એમણે સેંકડો ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

શ્રીદેવી છેલ્લે 2017માં ‘મોમ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં. એ ફિલ્મમાં એમણે કરેલા અભિનય બદલ એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મરણોત્તર આપવામાં આવ્યો હતો. મુંબઈમાં જ્યારે એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે રસ્તાઓ પર જે લાખોની મેદની એકત્ર થઈ હતી એ જ એમની લોકપ્રિયતાનો પુરાવો હતો.

Loading...