અંજાઈ નહીં પરંતુ ભીંજાઈ જવાય તેવા વ્યકિતત્વનાં માલિક મૌલેશભાઈ ઉકાણીનો આજે જન્મદિન

સાહસિકતા, આત્મ વિશ્વાસથી છલોછલ મૌલેશભાઇએ સફળતાના અનેક માઇલસ્ટોન સર કર્યા છે: જન્મદિને અનરાધાર શુભેચ્છાવર્ષા

મૌલેશભાઇ ઉકાણીએ દ્વારકાધીશ મંદિરે જન્મદિવસ ઉજવ્યો

સૌના પ્રિય, સીધા-સાદા નિરાભીમાની, દ્વારકાધીશ ભગવાનના પરમભકત અજાતશત્રુ મૌલેશભાઈ ઉકાણીનો આજે જન્મદિવસ છે. અંજાઈ નહીં પરંતુ ભીંજાઈ જવાય એવું વ્યકિતત્વ એટલે મૌલેશભાઈ ઉકાણી. કાળીયા ઠાકુરનાં જેમની ઉપર હજાર હાથ છે એવા મૌલેશભાઈ અજાતશત્રુ છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની જેમની ઓળખ છે. સીધુ-સાદુ નિરાભીમાની વ્યકિતત્વ. જેમના હોઠ ઉપર સદાય જય દ્વારકાધીશનું નામ, મુખ ઉપર સદાય સ્મિત. જેમને મળવાથી એક નવી ઉર્જા મળે એવા ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. સાહસિકતા-આત્મવિશ્વાસથી છલોછલ મૌલેશભાઈએ અનેક માઈલસ્ટોન સર કર્યા છે. પોતાની બ્રાન્ડ બાનને એક નવી ઉંચાઈ આપી છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિષ્ઠા કાયમ કરી છે એવા ઉધોગઋષિ મૌલેશભાઈ માટે એવું જ‚ર કહી શકાય – મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનો મેં જાન હોતી હૈ.

સાદગી એટલે શિતળતા…અર્પણા સમીપ કોઈને આવવાનું મન થાય. આપણી વાણી, વ્યવહાર અને વર્તનથી વારંવાર આવતા રહે તે સાચી સાદગી. એ જ રીતે આપણે જેને માનતા હોય તે સર્વોપરી શકિતને યાદ રાખીને કોઈ પણ કામ કરીએ તો એ બંદગી જ છે. આવી સાદગી અને બંદગીથી જીવી જાણીએ તો સરવાળા‚પે મળે છે: ‘અણમોલ જિંદગી’. આ શબ્દો બાન લેબ્સનાં મેનેજીંગ ડીરેકટર અને કડવા પટેલ સમાજના મોભી મૌલેશભાઈ બોલે છે, અને પાળે છે પણ ખરા ! આજે આ પ્રથમ હરોળના ઉધોગપતિએ વાઈબ્રન્ટ જીવનનાં ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય તે સાહજિક પ્રક્રિયા છે પરંતુ એ એક એવી વ્યકિત છે જેમણે વર્ષોમાં જિંદગી ઉમેરી છે. રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન અભિનિત સુંદર ફિલ્મ આનંદનો એક સંવાદ છે: જીંદગી લંબી નહીં, બડી હોની ચાહીએ બાબુ મોશાય ! અને મૌલેશભાઈની જીંદગી જેટલી લાંબી છે એના કરતા ઘણી મોટી છે. જીવનમાં પોઝિટિવ વલણ, વર્તન અને વાણી હોય કામ કરવાની નિષ્ઠા હોય, ઈશ્ર્વરમાં અપાર શ્રદ્ધા હોય તો શું થઈ શકે ? એનું જીવન ઉદાહરણ છે રાજકોટનાં જાણીતા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ મૌલેશભાઈ ઉકાણી. સફળતાની ઉંચે જતા જો ધરતીથી જોડાણ તુટતું જાય તો તેમાં સફળતાનું કદ નથી વધતું, એનો જીવંત પુરાવો એટલે બાન લેબ્સની અધધધ સફળતા અને મૌલેશભાઈની સરળતા.

અવિરત પ્રગતિના પંથે સફળતાઓના શિલાલેખ કોતરનારી બાન લેબ્સ જેવી કંપનીના અખૂટ ઉર્જાવાન સંચાલક પાસે તો ધંધાની વાત સિવાય કોઈ જ સમય નહીં હોય પરંતુ જયારે પ્રત્યક્ષ મુલાકાતની ક્ષણ આવી ત્યારે એક જુદી માટીના સંચાલકની ચકાચોંધ કરતી સફળતા માટે નોર્મલી જે વ્યાખ્યા આપણા મનમાં હોય તે સંપૂર્ણપણે નાબુદ થઈને એક નવી જ વ્યાખ્યા બની ગઈ કે, સફળ બનવા માટે બીઝી રહેવું જ‚ર નથી. માણસ જેટલો ઈઝી રહે તે ઈશ્ર્વરને ગમે છે. ઈઝીને અંગ્રેજી આલ્ફાબેટના એબ્રીવીએશન‚પે જોઈએ તો ઈ એટલે ઈટરનલ + ઝી એટલે ઝીલ, શાશ્ર્વત ભાવ કે સનાતન ઉમંગ એમ પણ કહેવું અતિશયોકિત નથી. તેઓ જગત મંદિર દ્વારકાનાં ટ્રસ્ટી, ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરનાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. સૌથી વધુ એડવાન્સ ભરવા બદલ ભારત સરકાર દ્વારા તેઓનું સન્માન કરાયું છે. અતિવ્યસ્ત કહી શકાય તેવા દૈનિક વ્યવસાયિક શેડયુલ હોવા છતાં ૪૬ જેટલી સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સંસ્થાઓમાં કોઈને કોઈ હોદ્દા પર રહેવું અને તે પણ પુરી સક્રિયતાથી, એ બહુપરિમાણીય વ્યકિતત્વની વિશેષતા કહી શકાય. બાન લેબ્સની કોર્પોરેટ ઓફિસમાં કે રાજકોટના કોઈ કાર્યક્રમમાં જોવા મળતા મૌલેશભાઈ પણ સરળ છે પરંતુ દ્વારકામાં તો તમે એમને ઓળખી ન શકો. માથા પર ધજાજી હોય, વૈષ્ણવો જ પહેરે એવા વસ્ત્રો, મુખમાં જે દ્વારકાધીશનું નામ અને આંખમાં કાળિયા ઠાકુરનાં દર્શનની ચમક. આ શ્રદ્ધા એમના જીવનનું બળ છે. મૌલેશભાઈ કહે છે: જીવનમાં કંઈ પણ અકસ્માતે થતું નથી. બધો જ દોરી સંચાર ઉપરવાળાના હાથમાં છે. ભગવાન શ્રી દ્વારકાધીશની મરજી વગર કંઈ થતુ નથી. મારી કંપનીના માલિક પણ ભગવાન શ્રી દ્વારકાધીશ જ છે. અમે તો એમના વતી સંચાલન કરીએ છીએ. મૌલેશભાઈનું એક પુસ્તક પણ છે: ‘અણમોલ જિંદગી’. પરંતુ એમને મળીને એમ લાગે કે પુસ્તક કરતા તો મૌલેશભાઈની પોતાની પાસેથી કંઈ શીખી શકાય. મૌલેશભાઈને જીવનમાં અસ્ત સુધી વ્યસ્ત રાખજો. મસ્ત રાખજો અને જબરદસ્ત રાખજો તેવી શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે.

મૌલેશભાઈની સિદ્ધિઓની એક ઝલક

  • જગત મંદિર દ્વારકામાં ટ્રસ્ટી તરીકે નીમણુક

આપણા સૌનાં હૃદયમાં સ્થાન મેળવનાર અને ભગવાન શ્રી દ્વારકાધીશજીના પરમ ભકત મૌલેશભાઈની દ્વારકાના જગત મંદિરમાં ટ્રસ્ટી તરીકેની નિમણુક, આ તેમની શ્રદ્ધાનો અભિષેક છે.

  • ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરમાં ચેરમેન તરીકેની વરણી

સમસ્ત કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયાજી માતાજી સિદસરમાં મૌલેશભાઈની ચેરમેન તરીકેની વરણી. તેમની નિમણુકથી સમાજનાં કામોમાં ગતિશીલતા આવશે.

  • સૌથી વધુ કિંમતે સેસા બ્રાન્ડ વહેચાઈ

જીવનમાં પોઝિટિવ વલણ, વર્તન અને વાણી હોય એવા મૌલેશભાઈનો સ્વભાવ રહ્યો છે. કોઈપણ પ્રોડકટ બજારમાં મુકીએ તો તેની કવોલીટીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ એ તેમનો સિદ્ધાંત છે. તેમના આ આત્મવિશ્વાસનાં કારણે આ વર્ષે વધુ કિંમતે સેસા બ્રાન્ડ વહેંચાઈ.

  • સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરવા બદલ ભારત સરકાર દ્વારા સન્માન

સફળતાથી ઉંચે જતા જો ધરતીથી જોડાણ તુટતું જાય તો તેમાં સફળતાનું કદ નથી વધતું. પ્રમાણિકતા, નિષ્ઠા, ઉદારતા જેમના જીવનનો આદર્શ એવા મૌલેશભાઈએ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને સરકાર પ્રત્યેની ફરજ બજાવીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ આપ્યું છે. તેથી ભારત સરકાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા.

Loading...