પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો આજે જન્મદિવસ

64

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ભાવનગરનાં લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો આજે જન્મદિવસ છે. પક્ષનાં એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર તરીકે જવાબદારી સાથે કામ કરનાર જીતુભાઈ વાઘાણી પર હાઈ કમાન્ડે વિશ્ર્વાસ ઉતારી વર્ષ ૨૦૧૬માં તેઓને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સુપ્રરત કરી હતી જેમાં તેઓ ૧૦૦ ટકા સફળ રહ્યા છે. ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેઓનાં નેતૃત્વમાં ભાજપ ફરી સ્પષ્ટ બહુમતી સાથે સતત છઠ્ઠી વખત રાજયમાં સતારૂઢ થયું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં પણ તેઓને જબ્બર સફળતા મળી છે. ૨૦૧૪ બાદ ૨૦૧૯માં પણ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર વિજય વાવટો લહેરાવવામાં ભાજપને સફળ મળી છે તેનો શ્રેય જીતુભાઈ વાઘાણીને જાય છે. ભાવનગરનાં ધારાસભ્ય તરીકે પણ તેઓની કામગીરી ખુબ જ પ્રશંસનીય રહી છે. તેઓ રાજકોટ શહેર અને જિલ્લાનાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે.  હાલ સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા નોંધણી અભિયાન ચાલી રહ્યું છે જેમાં જીતુભાઈ વાઘાણીનાં નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપનાં રેકોર્ડબ્રેક સભ્યોની નોંધણી થઈ છે. તેઓને પ્રદેશ અધ્યક્ષ તરીકે વધુ એક ટર્મ માટે રીપીટ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. આજે જન્મદિવસ નિમિતે અબતક પરિવાર જીતુભાઈ વાઘાણીને અઢળક શુભેચ્છા પાઠવી રહ્યું છે. તેઓ સફળતાનાં શિખરો સર કરે તેવી શુભકામના પાઠવી છે. તેઓનાં મોબાઈલ નં. ૯૮૨૫૨ ૦૭૮૦૪ છે.

Loading...