Abtak Media Google News

કોરોના બાદ હવે બર્ડ ફલૂનો ખતરો!!

રાજ્ય સરકાર એલર્ટ, વન અને જળાશયોમાં પક્ષીઓના આરોગ્ય પર નજર રાખવા સ્થાનિક તંત્રને આદેશ

કેરળમાં ૧૨૦૦થી વધુ બતકના મોત નિપજ્યા બાદ ૪૦ હજારથી વધુ પક્ષીઓને મારવાના આદેશ, સરકારે રાજકીય સંકટ જાહેર કરી દીધું

કોરોના બાદ હવે બર્ડ ફ્લુનો કહેર આખા દેશમાં સૌથી જોવા મળી રહ્યો છે. હરિયાણામાં છેલ્લા દસ દિવસમાં ચાર લાખથી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કેરળમાં ૨૦ હજાર બતકના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૧૫ દિવસમાં ૩૪૦૦ પક્ષીઓના મોત થયા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં પણ મોટી માત્રામાં કાગડાઓના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા છે. હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લુને લીધે ૨૫ હજારથી વધુ પક્ષીઓના મૃત્યુ થતા કેંદ્ર સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કર્યુ છે. કેંદ્ર સરકારે રાજ્યોને વન અને જળાશયોમાં પક્ષીઓના આરોગ્ય પર નજર રાખવાના પણ નિર્દેશ જાહેર કર્યા છે.

ગુજરાત સરકાર પણ બર્ડ ફ્લુને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં એપેડેમિક સેલની તાત્કાલિક બેઠક મળી હતી. કેંદ્ર સરકારની સૂચના પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે. એપેડેમિક સેલની બેઠકમાં બર્ડ ફ્લુ વધે તો શુ શુ કરવુ તેની ચર્ચા થઈ હતી. આજે રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓને વીડિયો કોંફરન્સથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, ધોરાજી સહિતના રાજ્યા મરઘા ઉછેર કેંદ્રો અને સ્થળોએ પક્ષીને લાગતું કામ કરનારાઓને ટેમીફ્લુ અપાશે.

કોરોના વાયરસ મહામારીની વચ્ચે બર્ડ ફ્લૂ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની ઝપેટમાં અનેક રાજ્ય આવી ચૂક્યા છે. કેરળે તો તેને રાજકીય સંકટ જાહેર કરી દીધું છે. હવે  આ વાયરસના કારણે આખા દેશમાં ડરનો માહોલ બની રહ્યો છે. જોકે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. બર્ડ ફ્લૂ એટલે એવિયન ઈન્ફ્લૂએન્ઝાની સારવાર છે. સમય રહેતાં જો તેની સારવાર કરવામાં આવે તો આ બીમારીથી કોઈપણ જાતનો ખતરો નથી.

કયા ટેસ્ટથી ખબર પડશે બર્ડ ફ્લૂ થયો છે?

કોઈ દર્દીને બર્ડ ફ્લૂ છે કે નહીં તેની તપાસ ડોક્ટર Polymerase Chain Reaction – PCRદ્વારા કરે છે. આ ટેસ્ટથી ખ્યાલ આવે છે કે શરીરમાં બર્ડ ફ્લૂના વાયરસનું ન્યૂક્લિક એસિડ છે કે નહીં. તેના આધારે ડોક્ટર એ માહિતી મેળવે છે કે માણસના શરીરમાં કોઈ પ્રકારનો બર્ડ ફ્લૂ વાયરસ છે. એટલે H5M1 છે કે H7N9નો કોઈ બીજો વાયરસ છે. જો તેનાથી ખબર ન પડે તો ડોક્ટર લોહીની તપાસ કરીને એન્ટીબોડીની માહિતી મેળવે છે.

બર્ડ ફ્લૂના લક્ષણો

બર્ડ ફ્લૂ થાય તો તાવ, બેચેની, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલટીઓ, ડાયેરિયા, માથામાં દુખાવો, થાક, નાકમાંથી પાણી નીકળવું, ઉંઘ ન આવવી અને આંખો લાલ થઈ જવી જેવા લક્ષણ જોવા મળે છે. જરૂરી નથી કે બધા લક્ષણ એકસાથે જોવા મળે. પરંતુ તેમાંથી અમુક ચોક્કસ જોવા મળે છે. તેના કારણે ન્યૂમોનિયા થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.