કોડીનારમાં બર્ડફ્લૂની પુષ્ટિ: 220 મરઘાંને દફનાવી દેવાયા

૧ કિ.મી. ત્રિજયામાં વાડી વિસ્તાર માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું થતા તેનો રિપોર્ટ બર્ડ ફ્લુ પોઝીટીવ આવાતા આજે પશુચિકિત્સા અધિકારીની ટીમ, પશુધન નિયામક, રેપીડ રીપોન્સ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી.

ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ આ રોગ ચેપી હોવાથી વહીવટી તંત્ર અને જુદી જુદી ટીમો દ્રારા ત્વરીત પગલા લઈ બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા આજુબાજુ ૧ કિ.મી. ત્રિજ્યામાં આવેલ ૪ મરઘા ફાર્મમાં રહેલા ૨૨૦ મરઘાને દફનાવામાં આવ્યા હતા. અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારના ૧૦ કિ.મી.ના ત્રિજ્યાવાળા વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમા મરઘા, ઈંડા, મરઘાનો અગાર જેવી વસ્તુના ખરીદ/વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

Loading...