Abtak Media Google News

સિંહણને હેરાન કરતા શખ્સો ઝડપાયા

સાહસિકતા અને એડવેન્ચરના નામે જંગલી જાનવરોની છેડતી કરતા વિડીયોએ સોશિયલ મીડીયા પર ચકચાર મચાવ્યો છે ત્યારે જંગલના  રાજાસિંહને હેરાન કરતા સાત આવારા તત્વોને પોલીસે ઝડપી પાડયા છે. એશિયેટીક લાયન ગુજરાતની શાન છે. એવામાં સૌરાષ્ટ્રના સિંહની હેરાનગતિનો વિડીયો ગીર સોમનાથ જીલ્લાના સ્થાનીક લોકોએ કર્યુ હતું. વનરાજાને પોતાની બાઇક પાછળ દોડાવી હેરાન કરવામાં આવ્યા હતા.

વિડીયોમાં બે વ્યકિત દર્શાય છે જેમાંથી એકના હાથમાં મરઘી છે જેને સિંહોને બતાડી તેને ગાડી પાછળ દોડાવવામાં આવે છે. જંગલથી થોડે જ દુર આવેલી વાડીમાં ત્રણ લોકો પાર્ટી કરી રહ્યા હોય છે અને એક મહિલા તેમના માટે ભોજન બનાવી રહી હોય છે. એક વ્યકિત સતત મરઘી પકડીને સિંહણને લલચાવીને હેરાન કરે છે જયારે સિંહણ નજીક આવે છે તો લોકો કરતા નથી. સ્થાનીકો માટે આ કાયમીની સામાન્ય વાત છે. પકડાઇ ગયા બાદ તેઓ ગર્વથી કહે છે કે આ રોજનું થયું અને અમે તો સિંહણને ભોજન આપી રહ્યા હતા. આટલું બોલી તેઓ એકબીજા સામે જોઇને હસી પડે છે.

ભોજન બનાવતી મહિલાએ પણ સિંહણને છેડવાની ના પાડી હતી કારણ કે આ પ્રકારની ઘટનાઓ બાદ જ પ્રાણીઓ હિંસક બની મનુષ્યો પર હુમલા કરે છે. અંતે વ્યકિતએ મરઘીને સિંહણ તરફ ફેંકી દીધી  અને પેટ ભરીને સિંહણ જંગલમાં પાછી જતી રહી. આ પૂર્વ પણ ગીર ગઢડાનો આ પ્રકારનો વીડીયો વાયરલ થતાં ૭ની ધરપકડ કરવામાં આવી હતી. જો કે લોકો સિંહની નજીક આવે કે તેમને હેરાન કરે તો તેઓ માણસ પર હુમલો કરતા નહી કારણ કે આ હવે તેમનું રોજીંદા જીવન બની ગયું છે અને સિંહ ભોજન મેળવવા માટે લોકો પર હુમલા કરતા નથી. જુનાગઢના સાસણમાં ગીર ગઢડા આવેલું છે જે સિંહદર્શન માટે ખુબ જ પ્રખ્યાત છે ત્યાંના ઘણાં સિસોર્ટમાં પણ લોકો પાસેથી મોટી કિંમત વસુલી ગેરકાયદેસર રીતે લાયન શો દેખાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.