Abtak Media Google News

દાવામાં અલરાઝિ બેંક, નેશનલ કોમર્શીયલ બેંક, એવિએશન કોન્ટ્રાકટર દલ્લાહ એવો, મોહમ્મદ બીન લાદેન કંપની, મુસ્લિમ વર્લ્ડ લીગ સહિત બચાવ પક્ષોનો સમાવેશ

ટ્રાવેલર્સ કોસ સાથે સંબંધિત બે ડઝનથી વધુ અમેરિકી વીમા કંપનીઓએ ૯/૧૧, ૨૦૦૧ના હુમલામાં ઓસામા બીન લાદેનના પરિવાર અને સખાવતી સંસ્થાઓ ઉપર ૨૫ હજાર કરોડનો દાવો ઠોકયો છે.

મેનહટ્ટનમાં યુ.એસ. જીલ્લા કોર્ટમાં દાખલ અરજી સાઉદી અરેબિયામાં હુમલાઓ માટે જવાબદાર છે. ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેંટાગાન વોશિંગ્ટન ડી.સી અને પેસિલ્વેનિયાના ક્ષેત્રમાં હાયજેક હવાઈ જહાજના કૂસ થવાથી લગભગ ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. દાવામાં ૧૦ બચાવ પક્ષોમાં અલ રાજિ બેંક, નેશનલ કોમર્શીયલ બેંક, એવિએશન કોન્ટ્રાકટર દલ્લાહ એવો, ધી મોહમ્મદ બિન લાદીન કંપની, ધી મુસ્લિમ વર્લ્ડ લીગ અને અન્યનો સમાવેશ છે.

તેઓ પર આરોપ મુકયો છે કે, ઓસામા બીન લાદેશનના સમર્થનમાં વિભિન્ન ગતિવિધિઓના માધ્યમથી આતંકી હુમલાઓમાં સહાયતા કરી છે પરંતુ આસિસટન્સ દ્વારા આપવામાં આવેલી મદદ માટે દાવામાં કહ્યું કે, અલકાયદાને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧ના હુમલામાં સફળતાપૂર્વક યોજનાબધ્ધ, કો-ઓર્ડિનેટ અને નિષ્પાદિત કરી શકાય નહી જે અલકાયદાના તેમના ભૌતિક સમર્થન અને પ્રયોજનના ઈચ્છિનીય પરિણામો હતા.

વિમાધારકો પોલીસી હોલ્ડર્સને આપવામાં આવેલી ધનરાશીની ચુકવણી કરવાની કોશીશ કરી રહ્યા છે કે જેઓને આતંકી હુમલા દરમિયાન વ્યકિતગત, પ્રોપર્ટી અને બિઝનેશને નુકસાન પહોંચ્યું હોય. તેમનો દાવો ઓછામાં ઓછો ૧.૪ બિલીયન ડોલર (૨૫.૫૦ હજાર કરોડ)નો છે.  અલ રાજિએ કહ્યું કે, યુ.એસ. જીલ્લા કોર્ટો બેંકની વિરુઘ્ધના દાવાઓનો વારંવાર અસ્વિકાર કર્યો છે. જેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી અને લાગુ નિયમોની સાથે ઉચ્ચતરીય સ્તરના અનુપાલન પર કાર્ય કરવા માટે પ્રતિબઘ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.