Abtak Media Google News

આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેજસ્વી યાદવ અને જીતનરામ માંઝી વચ્ચે મુખ્યમંત્રી પદના ચહેરા માટે ખેંચતાણ

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ચાલેલી ભારે મોદી સુનામીમાં વિપક્ષી મહાગઠ્ઠબંધનનો ધડમૂળથી સફાયો થઈ ગયો હતો. તેમાંથી ઘડો લઈને આગામી વર્ષે યોજાનારી રાજય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને જેડીયુના સાથે મળીને મજબૂત મુકાબલો કરવાના બદલે વિપક્ષી મહાગઠ્ઠબંધનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને યાદવાસ્થથળી શરૂ થઈ છે. જેથી ગુજરાતી કહેવત ‘ભેંસ ભાગોળે છાસ છાગોળે’ વિપક્ષી મહા ગઠ્ઠબંધન આરજેડી વહા તેજસ્વી યાદવ અને હિન્દુસ્તાન અવામ મોરચાના વડા પૂર્વ મુખ્યમંત્રીજીતનરામ માઝી વચ્ચે વિપક્ષી મુખ્યમંત્રી પદના ચહેરાનેઈ ખેંચતાણની શરૂઆત થઈ ગઈ છે.

એચએએમ સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીએ કહ્યું છે કે, જો આવતા વર્ષે ચૂંટણીમાં ગઠબંધનની સરકાર બનાવવામાં આવે તો તે મુખ્ય પ્રધાનના દાવેદાર બનશે. ત્યારબાદથી મહાગઠ્ઠબંધનમાં વિવાદ અંગેની અટકળો તીવ્ર બની છે. બીજી તરફ લાલુ યાદવના નાના પુત્ર અને બિહારના પૂર્વ ના. મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને આરજેડીએ આગામી સીએમ દાવેદાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

માંઝી મે ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી બિંહારના મુખ્ય પ્રધાન હતા તેમણે ગૂરૂવારે મીડીયા સમક્ષ નિવેદન આપ્યું હતુ કે તેઓ મુખ્યમંત્રી દાવેદાર હોઈ શકે છે. આ દરમિયાન, તેમણે લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવની બિન અનૂભવીતા વિશે પણ ટીપ્પણી કરી હતી જેમને આરજેડી દ્વારા પહેલાથી જ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ, મહાગઠ્ઠબંધનનો બીજો ઘટક કોંગ્રેસ, ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની પેરવીમાં છે.

પહેલા માંઝી તેજસ્વી યાદવની પ્રશંસા કરી ચૂકયા છે. ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૫ વર્ષની વયે રાજકીય જવાબદારી આપી હતી તેજસ્વીને ના. મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે પણ માંઝીએ તેની પ્રશંસા કરી હતી. નીતીશકુમાર મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાનું કહેતા માંઝીએ જેડીયુ છોડીને નવી પાર્ટી એચએએમની રચના કરી એનડીએની બહાર નીકળીને મહાગઠબંધનમાં જોડાયા બાદ આરજેડીની મદદ લઈને વિધાયક પરિષદમાં મોકલનાર માંઝીને લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની ખૂબજ નબળી કામગીરી અંગે તેજસ્વી યાદવના નેતૃત્વ અંગે શંકા વ્યકત કરી હતી.

લોકસભા ચૂંટણીમાં પાંચ પક્ષના મહાગઠબંધનને કારમો પરાજય મળ્યો હતો અને ૧૯ બેઠકો પર લડનાર આરજેડીને એક પણ બેઠક મળી નહોતી સામાન્ય ચૂંટણી પછીના મહિનાઓમાં તેજસ્વી યાદવ લાંબા સમય સુધી નિષ્ક્રીય રહ્યા અને મહિનાના વિધાનસભાનું ચોમાસુ સત્ર ચૂકી ગયા પછી સાથી પક્ષોમાં આરજેડીના નેતૃત્વમાં નારાજગી વધી. વળી માંજી તાજેતરમાં રાજેશ રંજન ઉર્પે પપ્પુક યાદવને મળ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.